એશિયા કપ ૨૦૨૩ ના આયોજનને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ સતત વિવાદમાં છે. એક તરફ પીસીબી એશિયા કપ પાકિસ્તાનમાં જ આયોજિત કરવા માંગે છે. જ્યારે ભારત પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. પાકિસ્તાનના પૂર્વ ઓપનર ઇમરાન નઝીરે આ મામલે ટીમ ઇન્ડિયા પર વિવાદિત નિવેદન આપ્યું છે.
ઈમરાન નઝીરે કહ્યું હતું કે ભારત પાકિસ્તાન આવવા નથી ઈચ્છતું કારણ કે તેને હારનો ડર છે. પાકિસ્તાનના પૂર્વ ઓપનર બેટ્સમેન ઈમરાન નઝીરે નાદિર અલી પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન ન જવાના ર્નિણય પર સવાલ ઉઠાવતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે સુરક્ષાનું કોઈ કારણ નથી. જરા જુઓ પાકિસ્તાનમાં કેટલી ટીમ આવી છે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમોએ પણ મુલાકાત લીધી હતી. સત્ય એ છે કે ભારત એશિયા કપ માટે અહીં નહીં આવે કારણ કે તેમને હારનો ડર છે. સુરક્ષા માત્ર એક બહાનું છે. જાે ડર ના હોય તો આવો અને ક્રિકેટ રમો. ઈમરાને વધુમાં કહ્યું હતું કે લોકો ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચ જાેવા માંગે છે કારણ કે તેમાં એક અલગ જ સ્તરનો ઉત્સાહ છે.
આખી દુનિયા તેને જાણે છે. એક ક્રિકેટર તરીકે પણ અમને લાગે છે કે ક્રિકેટને દુનિયાના ખૂણે ખૂણે લઈ જવા માટે ભારત-પાકિસ્તાનની મેચો જરૂરી છે. ઈએસપીએન ક્રિકઈન્ફોના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન આ ઈવેન્ટનું આયોજન પોતાના દેશમાં કરી શકે છે, જેમાં ભારતની મેચ બીજા દેશ દુબઈ અથવા ઓમાનમાં આયોજિત કરી શકાય છે. આ સમાચાર અનુસાર, મ્ઝ્રઝ્રૈં અને ઁઝ્રમ્ હવે એક સમજૂતી પર પહોંચી ગયા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પાકિસ્તાનની બહાર રમાશે. જાે કે ભારત સામેની મેચો ક્યાં યોજાશે તે હજુ સુધી નક્કી નથી થયું. છઝ્રઝ્ર અથવા ભારત અને પાકિસ્તાનના કોઈપણ બોર્ડ દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
Recent Comments