fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનના પૂર્વ મંત્રી રાહુલ ગાંધીના વખાણ કરે તે ખૂબ જ ચિંતાનો વિષય છે,કોંગ્રેસે આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ: રક્ષા મંત્રી રાજનાથ સિંહ

ભારતીય રક્ષા મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે પાકિસ્તાનના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદહુસૈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા એ મામલે નિવેદન આપતા કહ્યું હતું કે, પાકિસ્તાનના પૂર્વ મંત્રી રાહુલ ગાંધીના વખાણ કરે તે ખૂબ જ ચિંતાનો વિષય છે અને કોંગ્રેસે આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ.

રાજનાથસિંહે કહ્યું કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાસે કોઈ તાકાત નથી જ્યારે તેમની પાર્ટી ચૂંટણીના ફાયદા માટે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વિભાજન કરવાનો પ્રયાસ કરીને આગ સાથે રમી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ધાર્મિક આધાર પર તણાવ પેદા કરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવા માંગે છે. તેઓ મુસ્લિમ સમુદાયને માત્ર વોટબેંક તરીકે જુએ છે. કોંગ્રેસને સૂચન આપતાં રાજનાથસિંહે કહ્યું કે મારું તેમને એક સૂચન છે, માત્ર સરકાર બનાવવા માટે રાજનીતિ ન કરવી જોઈએ. રાજકારણનો ઉદ્દેશ્ય રાષ્ટ્ર નિર્માણ હોવો જોઈએ. તેમણે ફરીથી ભાજપ માટે મોટી જીતનો દાવો કર્યો.

Follow Me:

Related Posts