fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખ જનરલ બાજવાને લઈને મોટો થયો ખુલાસો

પાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાને લઈને મોટો ખુલાસો થયો છે. લંડનમાં રહેતા પાકિસ્તાનના પૂર્વ સૈન્ય અધિકારી આદિલ રાજાએ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારી અભિનેત્રીઓનો ઉપયોગ દેશમાં ટોપના નેતાઓના હનીટ્રેપ માટે કરતા હતા. તેમણે દાવો કર્યો કે જનરલ કમર જાવેદ બાજવા અને આઈએસઆઈ ચીફ રહી ચુકેલા જનરલ ફૈસ આ પાકિસ્તાની અભિનેત્રીઓને ગુપ્તચર એજન્સીના મુખ્યાલયમાં બોલાવતા હતા અને તેની સાથે શારીરિક સંબંધ બનાવતા હતા. આરોપો પર અભિનેત્રીએ શું કહ્યું? તે.. જાણો.. નોંધનીય છે કે આદિલ રાજા એક યૂટ્યૂબ ચેનલ ચલાવે છે. તેમના ૩ લાખ સબ્સક્રાઇબર્સ છે. આદિલ રાજાની ચેનલનું નામ સોલ્ડર સ્પીક્સ છે.

તેમણે પોતાની ચેનલ પર ખુલાસા કર્યાં છે. આદિલ રાજાએ દાવો કર્યો કે પાકિસ્તાનની ટોપ મોડલનો ઉપયોગ દેશના સૈન્ય અધિકારી પોતાના ફાયદા માટે કરતા હતા. આ આઈએસઆઈના અધિકારી નેતાઓ અને દેશના અન્ય પાવરફુલ લોકોને હનીટ્રેપ કરવા માટે આ અભિનેત્રીની પાસે મોકલતા હતા અને પછી તેનો વીડિયો બનાવી લેતા હતા. તેમના દાવા બાદ આદિલ રાજાનો વીડિયો સોશિયલ મીડિયામાં મેહવિશ હયાત, માહિરા ખાન, સજલ અલી અને કુબ્રા ખાનના ફોટો સાથે વાયરલ થઈ ગયો. હકીકતમાં આદિલ રાજાએ પોતાના ખુલાસામાં અભિનેત્રીના નામ જણાવ્યા નથી.

તેમણે માત્ર શોર્ટ નામ જણાવ્યાં છે. રાજાએ સ્ૐ, સ્દ્ભ અને જીછ નામ જણાવ્યાં છે. બાદમાં આદિલ રાજાએ સફાઈ આપતા કહ્યું કે તે નામોમાં પાકિસ્તાન સહિત દુનિયાની ઘણી મોડલ અને અભિનેત્રી છે. તેમણે કહ્યું કે, હું કોઈ નામનું ન સમર્થન કરુ છું ના તો સમર્થન કરુ છું અને ન સોશિયલ મીડિયા પર કોઈ નામ લેવાયાની નિંદા કરૂ છું. તો આદિલ રાજાના આ દાવા પર પાકિસ્તાનમાં ભૂકંપ આવી ગયો છે. મેહવિશ હયાત, માહિરા ખાન, સજલ અલી અને કુબ્રા ખાને આદિલ રાજાના દાવાની નિંદા કરી છે. તો તેમના પ્રશંસકોએ અભિનેત્રીને માનહાનીનો કેસ દાખલ કરવાની સલાહ આપી છે.

સજલ અલીએ કહ્યું કે આ તેમના ચરિત્રને બદનામ કરવાનો પ્રયાસ છે. આ વચ્ચે કુબ્રા ખાને કહ્યું કે તે પૂર્વ પાકિસ્તાની સૈન્ય અધિકારી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા જઈ રહી છે. તેમણે આદિલ રાજાને ત્રણ દિવસની અંદર પૂરાવા સાથે સામે આવવાનો પડકાર આપ્યો છે. તેમણે કહ્યું- હું શરૂઆતમાં શાંત રહી, કારણ કે મને ખબર છે કે નકલી વીડિયો મારી ઓળખને ખરાબ ન કરી શકે, પરંતુ હવે બહુ થયું. તમને લાગે છે કે ગમે તે લોકો બેસીને મારા ઉપર આંગળી ઉઠાવશે અને હું ચુપ રહીશ તો આ તમારો વિચાર છે. અભિનેત્રીએ કહ્યું કે આદિલ રાજા તમે આરોપ લગાવતા પહેલાં પૂરાવા દેખાડો. તેમણે કહ્યું કે, જાે ત્રણ દિવસમાં તે પૂરાવા સાથે સામે નહીં આવે તો હું તમારી વિરુદ્ધ કેસ કરીશ.

Follow Me:

Related Posts