રાષ્ટ્રીય

પાકિસ્તાનના મંત્રીએ વસ્તી વધારા અંગે કહી વાત સાંભળશો તો હસી પડસો, જાણો શું કહ્યું

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે આજે એક વખત ફરી જાહેરમાં પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ જ ગંભીર શબ્દોમાં કહ્યું હતું કે જ્યાં માર્કેટ ૮ વાગે બંધ થાય છે, ત્યાં વસ્તી વધતી જ નથી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો પેટ પકડીને હસ્યા હતા. આ વીડિયો પાકિસ્તાનના પત્રકાર નયલા ઈનાયતે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં પાકિસ્તાનના રક્ષા મંત્રી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બાળકોના જન્મ અને માર્કેટના બંધ થવા અંગે વિચિત્ર સંબંધ સ્થાપિત કરતા જાેવા મળ્યા હતા.

આ વીડિયોને ટાંકીને સોશિયલ મીડિયા પર લોકોએ અલગ-અલગ પ્રકારની ટિપ્પણી કરી હતી. વાયરલ થયેલા વીડિયોમાં ખ્વાજા આસિફે જણાવ્યું હતું કે “જહાં પે ૮ બજે માર્કેટ બંધ કી વહા પે બચ્ચો કી તાદાદ કમ હી પેદા હો કી” અર્થાત જ્યાં માર્કેટ ૮ વાગે બંધ થાય છે ત્યાં બાળકોના જન્મનું પ્રમાણ ઓછું છે. પાકિસ્તાનના પત્રકાર નાયલા ઈનાયતે વીડિયોને શેર કરતા લખ્યું કે “નવું સંશોધન, બાળકોનો જન્મ ૮ વાગ્યા પછી થતો જ નથી. જે દેશોમાં માર્કેટ ૮ વાગ્યે બંધ થાય છે ત્યાં વસ્તી વધતી જ નથી.” આ વીડિયો વાયરલ થતા જ લોકોએ વિવિધ પ્રકારની કોમેન્ટ્‌સ કરીને આ વિચિત્ર તર્કની ઠેકડી ઉડાવી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઘણી વખત પાકિસ્તાનના ઘણા મંત્રીઓ આ પ્રકારની તર્ક વગરની કમેન્ટ્‌સ પ્રેસ કોન્ફરન્સમાં કરતા જાેવા મળ્યા છે.

Related Posts