fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફના નિવેદન પર અમિત શાહે કોંગ્રેસને ઘેરી લીધી

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફના નિવેદન પર ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. અમિત શાહે કહ્યું કે પાકિસ્તાનના રક્ષા મંત્રીના શબ્દોએ ફરી એકવાર કોંગ્રેસનો પર્દાફાશ કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા અને એજન્ડા એક જ છે. વાસ્તવમાં, ખ્વાજા આસિફે કલમ ૩૭૦ પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કલમ ૩૭૦ની પુનઃસ્થાપના પર પાકિસ્તાન કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સની સાથે છે. આસિફે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે અમે કલમ ૩૭૦ પર કોંગ્રેસના ગઠબંધનના સ્ટેન્ડ સાથે સહમત છીએ.

અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું આ નિવેદનથી ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા અને એજન્ડા એક જ છે. ગૃહમંત્રીએ આગળ લખ્યું, છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી દેશવાસીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી તમામ ભારત વિરોધી શક્તિઓ સાથે ઉભા છે. એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવાની માંગણી હોય કે પછી ભારતીય સેના વિશે વાંધાજનક ટિપ્પણી કરવી હોય, રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાન હંમેશા એક જ પેજ પર રહ્યા છે અને કોંગ્રેસનો હાથ હંમેશા દેશ વિરોધી શક્તિઓ સાથે રહ્યો છે. પરંતુ, કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાન ભૂલી જાય છે કે કેન્દ્રમાં મોદી સરકાર છે, તેથી કાશ્મીરમાં ન તો કલમ ૩૭૦ કે આતંકવાદ પાછા આવવાના છે.

નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ઓમર અબ્દુલ્લાએ પણ ખ્વાજા આસિફના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમારે પાકિસ્તાન સાથે શું લેવાદેવા છે. તેઓએ તેમના દેશ તરફ જાેવું જાેઈએ. અમને અમારા દેશની ચિંતા છે. તેઓએ તેમની લોકશાહી બચાવવી જાેઈએ. અમારે તેમની સાથે કોઈ લેવાદેવા નથી. સાથે જ એનસી ચીફ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે મને ખબર નથી કે પાકિસ્તાન શું કહે છે. હું ભારતનો રહેવાસી છું. એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પર, ખ્વાજા આસિફને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શેખ અબ્દુલ્લા અને નેહરુએ ૩૭૦ અને ૩૫છ પર ર્નિણય લીધો હતો. હવે આ બંને પક્ષો, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ચૂંટણીમાં કહી રહ્યા છે કે જાે અમે જીતીશું તો અમે ૩૫છ અને ૩૭૦નું સસ્પેન્શન ખતમ કરીશું.

શું તમને લાગે છે કે આ શક્ય છે? તેના પર આસિફે કહ્યું, મને લાગે છે કે આ શક્ય છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ બંને નોંધપાત્ર હાજરી ધરાવે છે. આ મુદ્દે મને લાગે છે કે ખીણના લોકો એટલે કે કાશ્મીર ખીણના લોકો ખીણની બહાર પણ ખૂબ જ પ્રેરિત થયા છે. તે સત્તામાં આવે તેવી પુરી સંભાવના છે. સ્થિતિ પુનઃસ્થાપિત થવી જાેઈએ અને તેઓએ તેને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે. જાે સ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં આવે છે, તો મને લાગે છે કે કાશ્મીરી લોકો દ્વારા સહન કરાયેલા ઘા થોડા રૂઝ આવશે.

Follow Me:

Related Posts