પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા કરાયેલ નરેન્દ્રભાઈ મોદી વિષેની અભદ્ર ટિપ્પણીનો વિરોધ કરવા કલેકટરને આવેદન આપ્યું
હમણાં આપણાં દેશના વિદેશમંત્રી શ્રી એસ. જયશંકરજી દ્વારા યુ.એન.માં જે રીતે રજૂઆત કરવામાં આવી હતી તેમાં પાકિસ્તાનની આતંકવાદી ગતિવિધિઓને સમર્થન કરવાની વાતને સખત શબ્દોમાં છતાં શાલીનતાથી રજૂ કરી હતી. જેના જવાબમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા આપણાં દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પર વક્તિગત ટિપ્પણી કરી હતી અને એ પણ અભદ્ર શબ્દોનો પ્રયોગ કરીને. આ વાતનો ભારતીય જનતા યુવા મોરચો, અમરેલી શહેર તથા અમરેલી જિલ્લા અને તમામ કાર્યકર્તાઓ તથા અમરેલીની રાષ્ટ્રપ્રેમી જનતા વતી આવેદન આપી અને વિરોધ કરે છે.
આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપનાં મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા, અમરેલી શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા, મહામંત્રી રાજેશ માંગરોળીયા તથા ટીમ, અમરેલી નગરપાલીકા નાં કારોબારી ચેરમેન સુરેશભાઈ સેખવા, દંડક ચિરાગ ચાવડા, જીલ્લા યુવા મોરચાનાં મહામંત્રી મૌલીક ઉપાધ્યાય, જગદીશ નાકરાણી તથા ટીમ,જીલ્લા યુવા મોરચાનાં પૂર્વ પ્રમુખ ભગીરથ ત્રિવેદી, શહેર યુવા મોરચાનાં પ્રમુખ અર્જુન દવે, મહામંત્રી જતીન સાવલીયા તથા ટીમ અને વિવિધ મોરચાનાં આગેવાનો, હોદેદારો તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
Recent Comments