પાકિસ્તાનની ફરી એક વાર નાપાક હરકતભારત અને પાકિસ્તાનની સરહદ ઉપરથી મ્જીહ્લ ના જવાનોએ પાકિસ્તાની ડ્રોનને તોડી પડી, હાથયારો કબજે કર્યા

પંજાબના ફાઝિલ્કા જિલ્લામાં ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપરથી મ્જીહ્લ ના જવાનોએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે. મ્જીહ્લ ના જવાનોએ ડ્રોનને તોડી પાડી પિસ્તોલ કબજે કરી છે. અહી ઉલ્લેખનીય છે કે, આ સર્ચ ઓપરેશન દરમિયાન, ડ્રોનની સાથે એક શંકાસ્પદ પેકેટ મળી આવ્યું હતું, જે પીળા રંગની પેકિંગ સામગ્રીમાં લપેટાયેલું હતું. પેકેટ સાથે એક નાની પ્લાસ્ટિક ટોર્ચ સાથે મેટલની વીંટી પણ જોડાયેલી મળી આવી હતી. પેકિંગ ખોલતા અંદરથી ત્રણ પિસ્તોલ અને ૭ ખાલી પિસ્તોલ મેગેઝીન મળી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, ઝડપાયેલ આ ડ્રોન ચીનની બનાવટનું હતું તેવું સામે આવ્યું છે.
ભારતીય સેનાના મ્જીહ્લ જવાનોએ પાકિસ્તાનીઓના મનસૂબા ઉપર પાણી ફેરવ્યું હતું. જવાનોએ પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડ્યું હતું. વારે ૫ઃ૩૦ વાગ્યે સર્ચ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ પેકેટ સાથે ડ્રોન મળી આવ્યું હતું. પેકેટ પીળા રંગની પેકિંગ સામગ્રીમાં લપેટાયેલું હતું. પેકેટમાંથી મેટલની વીંટી અને પ્લાસ્ટિકની નાની ટોર્ચ પણ મળી આવી હતી. પેકિંગ ખોલતા અંદરથી ત્રણ પિસ્તોલ અને સાત ખાલી પિસ્તોલ મેગેઝીન મળી આવ્યા હતા.
અગાઉ પણ બાતમીના આધારે બીએસએફના જવાનોએ આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે કિલચે ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જ્યાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના ખેતરમાંથી હેરોઈનનું પેકેટ મળી આવ્યું હતું. પ્રાપ્ત અહેવાલો અનુસાર, પેકેટ પીળા રંગની ટેપમાં લપેટાયેલું હતું અને તેની સાથે એક ગોળ ધાતુની વસ્તુ પણ જોડાયેલી હતી.
Recent Comments