fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનની સેનાનો ઇમરાન ખાન પરથી વિશ્વાસ ઉઠ્‌યો, શું અસ્તિત્વની બીક લાગે છે : સૈન્ય સૂત્ર

પાકિસ્તાની સેનાના વડા અધિકારીને લાગે છે કે પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના પ્રમુખ ઇમરાન ખાન સંસ્થા માટે એક ‘અસ્તિત્વ માટે ખતરો’ છે. સૈન્યના એક વડા અધિકારીએ નામ ન છાપવાની શરતે આ વાત જણાવી હતી. સૂત્રના જણાવ્યા પ્રમાણે, ‘જાે ઇમરાન ખાન સત્તામાં વાપસી કરે છે, તો સિસ્ટમમાં કેટલીક વસ્તુઓ બદલી નાંખશે કે જે સેના માટે ખરાબ હશે. સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, ‘સેનાના વડા અધિકારીઓને લાગે છે કે, ઇમરાન ખાન પૂર્વ સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા સાથે બદલો લેશે અને તેને કારણે સેના ખાનને એક સંભવિત ખતરા તરીકે જાેવે છે. ઇમરાન ખાનના નજીકના સૂત્રોએ જણાવ્યું છે કે, ‘ખાન સંસદની મદદથી પાકિસ્તાની સેનામાં મોટા સંરચનાત્મક ફેરફાર લાવવાની યોજના બનાવી રહ્યા છે.

સત્તામાં વાપસી કરતાં જ તેઓ પાકિસ્તાની સેનાના માળખામાં ફેરબદલી કરશે. ગ્રેડ ૨૧ અને ૨૨વાળા સંઘીય સરકારી અધિકારીઓની જેમ મેજર જનરલ, લેફ્ટનન્ટ જનરલની નિમણૂક અને પદોન્નતિનો અધિકાર પણ વડાપ્રધાન તેમના હાથમાં લેશે. સૂત્રએ ખુલાસો કર્યો હતો કે, ઇમરાન ખાન અને કમર જાવેદ વાજવા એક સમયે બહુ સારા મિત્રો હતો, પરંતુ પાકિસ્તાનના ઇન્ટર-સ્ટેટ ઇન્ટેલિજન્સના મહાનિદેશક તરીકે જનરલ ફૈઝને હટાવવા મુદ્દે બંને વચ્ચે મતભેદ થઈ ગયો હતો. સૂત્રએ જણાવ્યુ હતુ કે, ઇમરાન ખાન જનરલ ફૈઝને સેના પ્રમુખ બનાવવા માગતા હતા, પરંતુ પાકિસ્તાની સેનાના પર્ફોર્મન્સ કમાન્ડરોએ તેનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, ‘ખાને તેમના વચન અને પ્રતિબદ્ધતાઓને લઈને બહુ યૂ-ટર્ન માર્યા હતા.

તેમણે સેનાને આપેલા વચન ક્યારેય પૂરા કર્યા નહીં અને હંમેશા ગોળગોળ ફેરવતા રહ્યા. તેથી સેના હવે તેમના નેતૃત્વ પર ભરોસો કરવા તૈયાર નથી. સૂત્રએ દાવો કર્યો હતો કે, ‘વડાપ્રધાન પદે ઇમરાન ખાને તેમના મોટા સુરક્ષા ભાગીદાર ચીન અને અમેરિકા સિવાય સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાત જેવા ગેરેન્ટરો સાથે સંબંધ બગાડી નાંખ્યા હતા.’ સૂત્રએ ખુલાસો કર્યો હતો કે, બાજવાએ ઇમરાન ખાનને રશિયા ન જવાની સલાહ આપી હતી. પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન નિર્ધારિત પ્લાન પ્રમાણે આગળ વધવા અને અમેરિકાની વિરોધમાં વાત કરી હતી.

પાકિસ્તાનની રાજનીતિમાં આ એક મહત્ત્વપૂર્ણ ટર્નિંગ પોઇન્ટ બન્યો. સૂત્રએ જણાવ્યુ હતુ કે, રશિયા યાત્રા બાદ દુનિયામાં વધતી મોંઘવારી પછી ઇમરાન ખાને મોટાભાગની સબસીડી આપતા પેટ્રોલિયમ ઉત્પાદકોની કિંમત ઓછી કરી નાંખી હતી. સૂત્રએ જણાવ્યું હતું કે, તેમણે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના કરારને પણ રોકી દીધો હતો, જેણે પાકિસ્તાનને ‘ડિફોલ્ટ જાેખમ’માં નાંખી દીધું હતું.

સંઘીય અને પ્રાંતીય ચૂંટણીને લઈને સૂત્રએ કહ્યુ કે, પાકિસ્તાન અત્યારે ચૂંટણી કરાવવાની સ્થિતિમાં નથી. તેમણે કહ્યુ કે, ‘જાે આગામી વર્ષે ચૂંટણી યોજાશે તો ફરીથી અહીંયા ત્રિશંકુ સંસંદ હશે, જે નવી સમસ્યાઓ ઊભી કરશે. પાકિસ્તાનને પહેલાં તો આર્થિક અને રાજનૈતિક સ્થિરતા જાેઈએ.’ સૂત્રએ કહ્યુ કે, ઇસ્લામાબાદને બલૂચ અલગાવવાદીઓ, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન, ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રોવિન્સ અને પશ્ચિમી સરહદે કેટલાય પક્ષોથી ખતરો છે અને આ ખતરાનો સામનો કરવા માટે સેના પાસે પર્યાપ્ત તાકાત નથી. તો વળી બીજું કારણ એ છે કે, બાજવા ભારત સાથે દોસ્તી કરવા માગે છે, પરંતુ ઇમરાન ખાને કાશ્મીરમાં કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવવાનો સંદર્ભ આપીને ના પાડી દીધી હતી.

Follow Me:

Related Posts