fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનમાં અત્યારસુધીનો સૌથી વધુ મોંઘવારી જાેવા મળી

જાન્યુઆરી ૨૦૨૨માં મોંઘવારી દર ૧૩% હતો. આનો અર્થ એ થયો કે ફક્ત ૧ વર્ષમાં મોંઘવારી દર બમણો થઈ ગયો. આ આંકડો પાકિસ્તાન બ્યુરો ઑફ સ્ટેટિસ્ટિક્સ (ઁમ્જી)એ બુધવારે જાહેર કર્યો હતો. ઁમ્જી મુજબ, ૧૯૭૫ પછી મોંઘવારી સૌથી વધુ છે અને તે વખતે આંકડો ૨૭.૭૭% હતો. સરકાર માટે સૌથી મોટી મુશ્કેલી અથવા શરમની વાત એ છે કે આ સમયે કરાચી બંદર પર ૬ હજાર કન્ટેનર્સ ઊભા છે અને તેને અનલોડ નથી કરી શકાતા કારણ કે બેન્કો પાસે ડૉલર નથી, તેથી પેમેન્ટ થઈ શકતું નથી. કારોબારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે અને તેનાથી મોટી મુશ્કેલી સામાન્ય લોકો માટે એ છે કે દૈનિક વપરાશની વસ્તુઓ જેમ કે ફળ, શાકભાજી બધુ અહીં છે અને તે લગભગ ખરાબ થઈ ચૂક્યું છે.

હવે તો એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે બંદર પર નવા કન્ટેનર્સને ઊભા કરવા માટે જગ્યા પણ વધી નથી. પાકિસ્તાનના એક મોટા ન્યૂઝપેપર ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્ચૂન’એ બુધવારે એક અહેવાલમાં ૈંસ્હ્લની એક એવી શર્ત વિશે જાણકારી આપી છે કે જેને પૂરી કરવી હાલ પૂરતી અશક્ય છે. અહેવાલ મુજબ, ૈંસ્હ્લએ કહ્યું છે કે, તે ૧.૨ અબજ ડૉલર ત્યારે જ આપશે જ્યારે પાકિસ્તાન સરકાર આ માટે બાકી તમામ શરતો સાથે રાજકીય ગેરંટી આપે. રાજકીય ગેરંટીનો સીધો અર્થ છે કે જાે કોઈ અન્ય પક્ષ જેમ કે ઈમરાન ખાનનો પક્ષ સત્તામાં આવે તો તે કોઈ વાયદાથી પાછળ હટી શકે નહીં. સમસ્યા એ છે કે ઈમરાન અન્ય રાજકીય પક્ષના વાયદાઓ માનશે નહીં. હવે ૈંસ્હ્લ શું કરે? માનવામાં આવી રહ્યું છે કે સરકાર સંસદમાં એક વટહુકમ લાવી આ શરત પૂરી કરશે.

જાે કે આ પણ ઘણું મુશ્કેલ છે. તેના બે કારણો છે. એક-સંસદમાં વિપક્ષ છે જ નહીં. બીજું-૬ મહિના પછી વટહુકમ સમાપ્ત થઈ જશે. હવે જાેવાનું રહેશે કે ૯ ફેબ્રુઆરીએ ૈંસ્હ્લ અને પાકિસ્તાન સરકાર વચ્ચે શું નક્કી થાય છે. પાકિસ્તાન દેવાળિયું ફૂંકતા કેટલા દિવસો સુધી બચી રહેશે તે જાેવાનું રહેશે. હાલમાં સરકાર પાસે માત્ર ૩.૬ અબજ ડૉલર બચ્યા છે અને તે પણ ેંછઈ અને સાઉદી અરબના છે.પાકિસ્તાનમાં અત્યારે મોંઘવારી દર ૨૭.૬% છે. આ દર ૧૯૭૫ પછી સૌથી વધુ છે. ત્યારે મોંઘવારી દર ૨૭.૭૭% હતો. ૩૧ જાન્યુઆરીએ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ ની એક ટીમ પાકિસ્તાન પહોંચી છે.

આ ટીમ ૬ અબજ ડૉલરની લોનના હપ્તા ભરાવવા માટેની શરતો પર વાતચીત કરી રહી છે. ૈંસ્હ્લએ બહુ કડક શરતો રાખી છે. એટલું જ નહીં આ શરતોને પૂરી કરવા ૈંસ્હ્લએ રાજકીય ગેરંટી પણ માગી છે. ૈંસ્હ્લ ઈચ્છે છે કે પાકિસ્તાન સરકાર ઈલેક્ટ્રીસિટી અને ફ્યુલને ૬૦% સુધી મોંઘુ કરે. ટેક્સ કલેક્શન બમણું કરવા કહેવામાં આવ્યું છે. હવે નક્કી થઈ ગયું છે કે ૯ ફેબ્રુઆરીએ જ્યારે ૈંસ્હ્લ અને શાહબાજ સરકાર વચ્ચે વાતચીત પૂરી થશે અને જાે સરકાર આ શરતો માની લેશે તો મોંઘવારી લગભગ બમણી થઈ જશે.

Follow Me:

Related Posts