પાકિસ્તાનમાં બલૂચિસ્તાન પ્રાંતમાં બે વિસ્ફોટ, ૩ લોકોના મોત, ૨૦ ઘાયલ
ઈદના ૨ દિવસ પહેલા પાકિસ્તાનમાં ભયનો માહોલ સર્જાયો છે. ગયા સોમવારે એટલે કે ૮મી એપ્રિલની સાંજે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક સાથે બે વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ૨૦ જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ધડાકાએ બધાને ચોંકાવી દીધા છે. બે દિવસ પછી સમગ્ર વિશ્વમાં ઈદનો તહેવાર મનાવવાનો છે, પરંતુ તે પહેલા જ પાકિસ્તાનમાં બે અલગ-અલગ જગ્યાએથી બ્લાસ્ટ થયાના સમાચાર આવ્યા છે. એક વિસ્ફોટ ક્વેટા જિલ્લાના કુચલક વિસ્તારની એક મસ્જિદમાં થયો હતો, જ્યારે બીજાે વિસ્ફોટ ખુઝદાર શહેરના ઓમર ફારૂક ચોકમાં થયો હતો. મંગળવારે આ વિસ્ફોટની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે જ્યારે મસ્જિદમાં વિસ્ફોટ થયો ત્યારે લોકો મગરીબની નમાજ પઢવા માટે મસ્જિદમાં એકઠા થયા હતા,
જ્યારે બીજી તરફ ઓમર ફારૂક ચોકમાં વિસ્ફોટ સમયે મહિલાઓ પણ હતી. અને બાળકો ઈદની ઉજવણી કરી રહ્યા હતા.બજારમાં ખરીદી માટે આવ્યા હતા. મળતી માહિતી મુજબ શોપિંગ દરમિયાન થયેલા બ્લાસ્ટમાં ૨ લોકોના મોત થયા હતા અને ૫ લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાનના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બજારમાં વિસ્ફોટ થયો તે સમયે બજારમાં ખરીદી માટે ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું કે મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું જ્યારે ૧૫ લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે તમામ ઘાયલ લોકોને સારવાર માટે નજીકની ખુજદાર ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્ફોટના સમાચાર મળતા જ પોલીસ અને કાયદા અમલીકરણ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.
બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના અધિકારી દ્વારા તપાસને લઈને જારી કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અકસ્માત સ્થળની નજીક બે મોટરબાઈક મળી આવી હતી, જેમાં ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (આઈઈડી) લગાવવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ બંને વિસ્ફોટ રિમોટ કંટ્રોલ દ્વારા કરવામાં આવ્યા હતા. હુમલાની તપાસ કરવામાં આવી રહી છે, જાે કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે બંને વિસ્ફોટ કયા સંગઠને કર્યા છે. આ વર્ષની શરૂઆતથી જ પાકિસ્તાનમાં આતંકવાદી હુમલામાં વધારો થયો છે, આ હુમલાઓએ ખુલ્લેઆમ સુરક્ષા દળો અને સંસ્થાઓને પણ નિશાન બનાવ્યા છે. તાજેતરમાં, પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ પ્રાંતમાં માચ શહેર, ગ્વાદર બંદર અને તુર્બતમાં નૌકાદળના બેઝ પર ત્રણ મોટા આતંકવાદી હુમલા કરવાનો દાવો કર્યો છે, જેમાં સુરક્ષા દળોએ લગભગ ૧૭ આતંકવાદીઓને ઠાર કર્યા છે.
Recent Comments