fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનમાં ભૂખમરાએ હદ વટાવી,એક ટંકના લોટ માટે મારામારી

પાકિસ્તાનમાં અત્યારે એવી હાલત છે કે શું કહેવું કઈ જ સમજાયું આટલી હદે ભૂખમરો છે અને ત્યાના અમુક લોકોએ શું કહ્યું કે, લોટ નથી આપી શકતા તો અમારા પર ગાડી ચડાવી દો, અમને મારી નાખો. આ પ્રકારના નિવેદન એવા દેશમાંથી જ આવી શકે, જ્યાં દુષ્કાળ પડ્યો હોય અને જનતા ભૂખમરાની કગાર પર આવીને ઊભી હોય. આપણો પાડોશી દેશ પાકિસ્તાનમાં જનતાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે, લોકો આત્મહત્યા કરવાની વાત કરી રહ્યા છે. ૧૦ કિલો લોટની એક બોરીની કિંમત ૩૧૦૦ રૂપિયા છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયપલ થઈ રહ્યા છે, જેમાં લાંબી લાંબી લાઈનોમાં લાગેલા લોકો લોટ લેવા માટે તરસી રહ્યા છે.

લોટો નહીં મળતા લોકો રસ્તા પર સુઈને મરી જવાની ધમકી આપી રહ્યા છે. વિદેશી પૈસા પર નભતા પાકિસ્તાને હંમેશા આતંકનું સમર્થન કર્યું છે, તેનો ઉપયોગ ભારત વિરુદ્ધ ખૂબ કર્યો છે. મુંબઈમાં હુમલો, સંસદ પર અટેકમાં આ દેશની ડાયરેક્ટ લિંક મળી છે. અહીંના આકાઓએ ન ફક્ત આતંકને છાવર્યો છે, પણ પોતાના દેશના વિકાસને પણ નજરઅંદાજ કર્યો છે. તેનું પરિણામ એ આવ્યું કે, ક્યારેક અહીં લોટ, તો ક્યારેક ટામેટા, ડુંગળી માટે ફાંફા પડી રહ્યા છે. નામ માત્રના લોકતંત્રવાળા આ દેશમાં જનતા ચૂંટીને ભલે ગમે તેને લઈ આવે, પણ સરકાર સેનાની ચાલે છે.

ઈમરાન ખાને આ પરંપરાને બદલવાની કોશિશ કરી તો, તેમને પણ ઘરભેગા કરી દીધા. પણ ઈમરાન ખાન એ ભૂલી જાય છે કે, તેઓ પણ સેનાના કારણે જ રાજગાદી પર બેઠા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો લોકો તડપી રહ્યા છે. કેટલાય દિવસોથી તેમને લોટ નથી મળ્યો. લોટના ભાવ આકાશે આંબી રહ્યા છે. એક વીડિયોમાં એક પોલીસવાળાના હાથમાં એકે-૪૭ લઈને લોટની બોરીઓની રક્ષા કરતો હોવાનું જાેઈ શકાય છે.

Follow Me:

Related Posts