પાકિસ્તાનમાં ઈદ મિલાદ ઉલ નબીના મુખ્ય જુલૂસ દરમિયાન બલૂચિસ્તાનના મસ્તુંગ વિસ્તારમાં એક મસ્જિદ પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૩૪ લોકોના મોત થયા છે અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનની વેબસાઈટ ડાઉન ડોટ કોમના એક અહેવાલમાં શાહીદ નવાબ ઘૌસ બક્ષ રાઈસાની મેમોરિયલ હોસ્પિટલના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર ડો. સઈદ મિરવાનીના હવાલે મોતના આંકડાની પુષ્ટિ કરાઈ છે. જીૐર્ં મોહમ્મદ જાવેદ લહેરીએ એમ પણ કહ્યું કે મૃતકોમાં એક પોલીસ ઓફિસર પણ સામેલ છે.
તેમના કહેવા મુજબ આ એક આત્મઘાતી હુમલો હતો. હુમલાખોરે ડીએસપી ગીશકોરીની કાર પાસે આ વિસ્ફોટને અંજામ આપ્યો. મળતી માહિતી મુજબ મસ્તુંગમાં અલફલાહ મસ્જિદ પાસે ઈદ એ મિલાદુન નબીના જુલૂસને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્ફોટ બાદ તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. હજુ સુધી આ વિસ્ફોટની કોઈએ જવાબદારી લીધી નથી. પાકિસ્તાની તાલિબાન (ટીટીપી) એ એક નિવેદનમાં પોતાની સંડોવણી હોવાની ના પાડી છે. મસ્તુંગમાં ગત વખતે થયેલા મોટા ધડાકાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટના પાકિસ્તાન ચેપ્ટરે લીધી હતી. વિસ્ફોટ બાદ સામે આવેલી અનેક તસવીરો અને વીડિયોમાં લોહીથી લથપથ લાશો જાેવા મળી રહી છે. બલુચિસ્તાનના વચગાળાના સૂચના મંત્રી જાન અચકઝઈએ કહ્યું કે બચાવ દળને મસ્તુંગ મોકલવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ગંભીર રીતે ઘાયલ લોકોને ક્વેટા ખસેડવામાં આવી રહ્યા છે.



















Recent Comments