રમઝાન મહિનામાં પણ પાકિસ્તાનના લોકોને લોટના સંકટ માંથી રાહત નથી મળી રહી. આર્થિક સંકટથી ઘેરાયેલો પાડોશી દેશ આ દિવસોમાં લોટની અછતથી પરેશાન છે. પાકિસ્તાન જે ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે તે જાેતાં દેશમાં દરેક વ્યક્તિ તહેવારને સંપૂર્ણ રીતે ઉજવવામાં સક્ષમ નથી. ડોન ન્યૂઝ અનુસાર, ખાદ્ય ઉત્પાદનોમાં ફુગાવો ગ્રામીણ વિસ્તારોમાં વધીને ૪૭% થયો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં તે ૪૧.૯% નોંધાયો છે.
હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ (ફૈટ્ઠિઙ્મ ફૈઙ્ર્ઘી) થઈ રહ્યો છે જેમાં ભીડ લોટની બોરીઓ માટે એકબીજા સાથે ઝપાઝપી કરતા જાેઈ શકાય છે. પાકિસ્તાની પત્રકાર મોહમ્મદ ફહીમે શેર કરેલા આ વીડિયોમાં જાેઈ શકાય છે કે કેવી રીતે લોકો દસ કિલોની લોટની બોરી માટે એકબીજા સાથે લડી રહ્યા છે. સેંકડો લોકો મીની ટ્રકમાંથી લોટની બોરીઓ ઉપાડવા માટે સંઘર્ષ કરતા જાેવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે લોટને લઈને પાકિસ્તાનમાં હંગામો કોય તે કોઇ નવી વાત નથી. આ પહેલા પણ પાકિસ્તાનમાં લોટને લઈને કેટલાય કિલોમીટર લાંબી લાઈન જાેવા મળી હતી.
પાકિસ્તાનના કેપી રાજ્યના ભૂતપૂર્વ નાણા મંત્રી તૈમુર ખાને વીડિયો શેર કર્યો હતો. તમને જણાવી દઈએ કે ગત રમઝાનની સરખામણીએ દેશના વિવિધ વિસ્તારોમાં લોટની ૨૦ કિલોની થેલીની કિંમત ૮૦૦-૧,૫૦૦ રૂપિયાથી વધીને ૧,૨૯૫-૩,૧૦૦ રૂપિયા થઈ ગઈ છે. પાંચ અને દસ કિલો બ્રાન્ડેડ ફાઈન લોટની થેલીઓની કિંમત ગયા વર્ષની સરખામણીમાં આજે ૮૦-૯૦% વધી છે, જે અનુક્રમે રૂ. ૮૨૦-૮૭૦ અને રૂ. ૧,૬૦૦ હતી.
Recent Comments