પાકિસ્તાનમાં રાતોરાત પેટ્રોલમાં ૨૬ અને ડીઝલ ૧૭ રૂપિયાનો વધારોપ્રતિ લીટર પેટ્રોલ ૩૩૧ રૂપિયામાં મળે અને ૩૨૯.૧૮ રૂપિયામાં ડીઝલ
પાડોશી દેશ પાકિસ્તાનની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જનતાને રાહત આપવાના ઊંચા દાવા કરતી પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત ૨૬.૦૨ રૂપિયા પ્રતિ લીટર વધીને ૩૩૧.૩૮ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. તે જ સમયે, પાકિસ્તાનમાં ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે. ડીઝલની કિંમતમાં ૧૭.૩૪ રૂપિયાનો વધારો થયો છે. તેની નવી કિંમત ૩૨૯.૧૮ રૂપિયા પ્રતિ લિટર હશે. ગયા અઠવાડિયે, ઇકોનોમિક કોઓર્ડિનેશન કમિટી (ઈઝ્રઝ્ર) એ પેટ્રોલિયમ ડીલર્સ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ર્ંસ્ઝ્રજ)ના માર્જિન વધારવાની મંજૂરી આપી હતી.
કાર્યકારી સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ માર્જિનમાં પ્રતિ લિટર ૩.૫ રૂપિયાનો વધારો કરવાની મંજૂરી આપી છે. આ મહિનાની શરૂઆતમાં કાર્યકારી નાણાં પ્રધાન શમશાદ અખ્તરની અધ્યક્ષતામાં ઈઝ્રઝ્ર સત્રમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. સમિતિએ ર્ંસ્ઝ્ર અને ડીલરો માટે પેટ્રોલ અને ડીઝલના વેચાણ માર્જિનમાં વધારો કરવાની મંજૂરી આપી છે. વાસ્તવમાં, અગાઉ એવા અહેવાલ હતા કે સરકાર પેટ્રોલિયમના ભાવમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે કારણ કે વૈશ્વિક કોમોડિટીના ભાવ સતત વધી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી પાકિસ્તાનીઓની મુશ્કેલી વધી છે.
તમને જણાવી દઈએ કે આ મહિને ૧ સપ્ટેમ્બરના રોજ કાર્યકારી સરકારે પેટ્રોલની કિંમતમાં ૧૪.૯ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. આ વધારા સાથે પેટ્રોલની કિંમત ૩૦૫.૩૬ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે, જ્યારે હાઈ-સ્પીડ ડીઝલની કિંમત ૧૮.૪૪ રૂપિયા પ્રતિ લીટર વધીને ૩૧૧.૮૪ રૂપિયા થઈ ગઈ છે. રાજકીય ઉથલપાથલના કારણે પાકિસ્તાનમાં મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારી દરમાં ઘટાડો થયો છે પરંતુ સ્થિતિમાં સુધારો થયો નથી. જુલાઈ મહિનામાં ૨૮.૩ ટકા મોંઘવારી દર નોંધાયો હતો. ગયા મહિને જૂનમાં તે ૨૯.૪ ટકા હતો. મોંઘવારી દર મે મહિનામાં રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. આ મહિને મોંઘવારી દર ૩૮ ટકા નોંધાયો હતો. પાકિસ્તાની ચલણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જ્યારથી નવી કાર્યકારી સરકારે કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી પાકિસ્તાની રૂપિયામાં ૧૫ રૂપિયાનો ઘટાડો થયો છે.
Recent Comments