પાકિસ્તાનમાં વધતી મોંઘવારી વચ્ચે ફરી પેટ્રોલના ભાવ વધ્યા, નાણામંત્રીએ કહ્યું ‘મજબૂરી છે’
છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાન ગહન આર્થિક સંકટ અને ભૂખમરાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. સતત વધી રહેલી મોંઘવારીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. આમ છતાં પાકિસ્તાન સરકાર જનતા પર કોઈ દયા કરવા તૈયાર નથી. રોકડની તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ૧૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કિંમતમાં આ તાજેતરના વધારા બાદ હવે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત ૨૮૨ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા દેશમાં ચલણના મૂલ્યમાં ભારે ઘટાડો નોંધાયો છે. આવી સ્થિતિમાં પહેલેથી જ આસમાની મોંઘવારીથી પરેશાન લોકોની મુશ્કેલી વધી છે. નાણાપ્રધાન ઈશાક ડારે મોડી રાત્રે લાઈવ ટેલિકાસ્ટમાં વધારાની જાહેરાત કરતા કહ્યું કે, ડીઝલ અને લાઈટ ડીઝલ ઓઈલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમની કિંમત અનુક્રમે રૂ. ૨૯૩ અને રૂ. ૧૭૪.૬૮ પ્રતિ લિટર હશે. કેરોસીનનો ભાવ પણ ૫.૭૮ રૂપિયા વધીને ૧૮૬.૦૭ રૂપિયા પ્રતિ લીટર થયો છે. નવી કિંમતો રવિવારે મોડી રાતથી લાગુ થઈ ગઈ છે.
ડારે સ્વીકાર્યું કે, આ સુધારો જરૂરી છે કારણ કે, છેલ્લા ૧૫ દિવસમાં આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં વધારો થયો છે. જણાવી દઈએ કે, રમઝાન દરમિયાન પાકિસ્તાન સરકારે લોકોને મોટો ઝટકો આપ્યો છે. કારણ કે, દેશમાં પહેલેથી જ ખાદ્ય પદાર્થો સંબંધિત મોંઘવારીથી લોકો પરેશાન છે. આવી સ્થિતિમાં પેટ્રોલની કિંમતોમાં વધારાને કારણે મોંઘવારી વધવાની સંભાવના છે. ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ર્ંઁઈઝ્ર ) એ આ મહિનાની શરૂઆતમાં ઉત્પાદનમાં કાપની જાહેરાત કરી હતી. ત્યારપછી ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. દેવાથી ડૂબી ગયેલું પાકિસ્તાન દેશને નાદારીમાંથી બચાવવા માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાંથી ેંજીઇં૧.૧ બિલિયનના બેલઆઉટ પેકેજ પર સ્ટાફ-લેવલના કરાર સુધી પહોંચવામાં નિષ્ફળ ગયું છે. આ ફંડ ૨૦૧૯ માં ૈંસ્હ્લ દ્વારા મંજૂર કરાયેલ ેંજીડ્ઢ ૬.૫ બિલિયન બેલઆઉટ પેકેજનો એક ભાગ છે. વિશ્લેષકોનું કહેવું છે કે, જાે પાકિસ્તાને તેની બાહ્ય લોન ચૂકવવી હોય તો આ બેલઆઉટ પેકેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Recent Comments