fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનમાં વધુ એક હિંદુ છોકરીનું અપહરણ, બળજબરીથી ઇસ્લામ કબૂલ કરાવવામાં આવી અને લગ્ન કર્યા

પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓ અને પરિણીત મહિલાઓના બળજબરીથી ધર્મ પરિવર્તનના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જણાવી દઈએ કે પાકિસ્તાનમાં હિંદુઓ મુખ્યત્વે સિંધ પ્રાંતમાં રહે છે. ગુરુવારે અહીંથી બીજી યુવતીના અપહરણ અને ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો છે. પીડિતાના પિતાએ જણાવ્યું કે તેણીને બળજબરીથી ઇસ્લામ કબૂલ કરાવવામાં આવી અને લગ્ન કર્યા. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિન્દુ યુવતી સુહાનાનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપ છે કે આ પછી તેઓને બળજબરીથી ઈસ્લામ કબૂલ કરીને લગ્ન કર્યા. મળતી માહિતી મુજબ, અપહરણ બાદ તેને તેના શિક્ષક અખ્તરે સિંધના શહીદ બેનઝીરાબાદ જિલ્લાના કાઝી અહેમદ તાલુકામાં મોકલી દીધી હતી. ઘટના વિશે વાત કરતા, ૧૪ વર્ષની પીડિત છોકરીના પિતા દિલીપ કુમારે જણાવ્યું હતું કે ત્રણ સશસ્ત્રધારી શખ્સો અખ્તર ગબોલ, ફૈઝાન જાટ અને સારંગ ખાસખેલી તેમના ઘરમાં ઘૂસી ગયા હતા, સોનાના દાગીનાની લૂંટ કરી હતી અને બંદૂકની અણીએ સુહાનાનું અપહરણ કર્યું હતું. જાેકે દિલીપ કુમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, પરંતુ તેમને તેમની પુત્રી પાછી મળવાની કોઈ આશા નથી. કારણ કે પોલીસે દાવો કર્યો છે કે સુહાનાએ ધર્મ પરિવર્તન કરીને પોતાની મરજીથી લગ્ન કર્યા છે. પાકિસ્તાનના માનવાધિકાર આયોગ અનુસાર, દેશની ૨૦૭ મિલિયનની વસ્તીમાં મુસ્લિમો લગભગ ૯૬ ટકા છે, જ્યારે હિંદુઓ ૨.૧ ટકા અને ખ્રિસ્તીઓ લગભગ ૧.૬ ટકા છે.

Follow Me:

Related Posts