રાષ્ટ્રીય

પાકિસ્તાનમાં વધુ એક હિંદુ સગીરા પર સામૂહિક બળાત્કારની ઘટના

પાકિસ્તાનમાં હિંદુઓ પર થઈ રહેલ અત્યાચાર અટકવાનું નામ લઈ રહ્યો નથી, તાજેતરમાં વઘુ એક આવી જ ઘટના સિંધ પ્રાંતમાં બની છે, એક હિંદુ સગીરા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ૩૦ સપ્ટેમ્બરે એક હિંદુ સગીરાનું તેના ઘરેથી અપહરણ કરીને વિધર્મી યુવકોએ તેની સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે બે દિવસ પછી આ મામલે કેસ દાખલ કર્યો છે, પરંતુ હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. સિંધ પ્રાંતના મીરપુર ખાસમાં રહેતી કોહલી સમુદાયની ૧૫ વર્ષની છોકરીનું ૩૦ સપ્ટેમ્બરે અપહરણ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સગીરાએ આરોપ લગાવ્યો છે કે, સાત યુવકોએ તેનું અપહરણ કર્યું હતું અને તેની સાથે ગેંગરેપ કર્યો હતો. વીડિયોમાં સગીરાએ આરોપ લગાવ્યો છે કે પોલીસ હ્લૈંઇ નોંધવામાં આનાકાની કરી રહી છે. મીરપુર ખાસમાં હિંદુ સગીરા પર સામૂહિક બળાત્કારના કેસમાં પોલીસે બે દિવસ પછી રિપોર્ટ નોંધ્યો હતો. આ માટે યુવતીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનના અનેક ચક્કર લગાવ્યા હતા અને વિરોધ પ્રદર્શન પણ કર્યો હતો. આ પછી મીરપુર ખાસ પોલીસે કેસ નોંધ્યો હતો, પરંતુ હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

Related Posts