fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનમાં ૪ મોટા આતંકીઓના મોત, દાઉદ ઈબ્રાહિમની સુરક્ષામાં ખાસ કમાન્ડો તૈનાત

પાકિસ્તાનમાં એક પછી એક અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા ચાર ટોચના આતંકવાદીઓની હત્યા બાદ દાઉદ ઈબ્રાહિમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ૈંજીૈંએ કુખ્યાત માફિયા કિંગપિન દાઉદની સુરક્ષામાં સેનાના સ્પેશિયલ ઓપરેશન ગાર્ડના કમાન્ડોને તૈનાત કર્યા છે. આ સાથે દાઉદની સાથે રહેલી સુરક્ષા ટીમ વધારવા ઉપરાંત તેના ઘરની આસપાસ પણ દેખરેખ વધારી દેવામાં આવી છે. પાકિસ્તાનમાં હાજર કેટલાક અન્ય આતંકવાદી નેતાઓની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે, જેમાંથી કેટલાક જેલમાં હોવાનું કહેવાય છે. પાકિસ્તાનમાં બે દિવસ પહેલા, કુખ્યાત ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના વડા પરમજીત સિંહ પંજવારની લાહોરમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે પહેલા, ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ ૈંઝ્ર ૮૧૪ હાઇજેક કરવાના બદલામાં છોડવામાં આવેલા કુખ્યાત આતંકવાદી ઝહૂર મિસ્ત્રીને પણ કરાચીના અખ્તર કોલોનીમાં તેના ઘર પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જૈશ-એ-મોહમ્મદના નેતા મસૂદ અઝહરે પણ ઝહૂર મિસ્ત્રીના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.

તે પહેલા કાશ્મીરમાં અલ બદર નામના આતંકવાદી સંગઠનના પૂર્વ કમાન્ડર ખાલિદ રઝાની પણ પાકિસ્તાનના કરાચીમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. ખાલિદે કાશ્મીરમાં આતંક મચાવ્યો છે…. ખાલિદ કાશ્મીરમાં આતંકી કમાન્ડર રહી ચુક્યો છે. આ પછી તેઓ કરાચી ગયા, જ્યાં તેઓ ફેડરેશન ઑફ પ્રાઈવેટ સ્કૂલના ઉપાધ્યક્ષ હતા. કરાચીમાં રહેતો હતો ત્યારે જહુર આતંકવાદીઓની ભરતીમાં સામેલ હતો. આ પહેલા હિઝબુલ આતંકવાદી બશીર પીરને રાવલપિંડીમાં માર્યો ગયો હતો. તેને જાન્યુઆરીમાં ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા આતંકવાદીઓની યાદીમાં મૂકવામાં આવ્યો હતો અને કાશ્મીરમાં તેની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી હતી. ૪ આતંકીઓના મોતથી ૈંજીૈં ચોંકી ઉઠ્‌યું છે…. ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર એક પછી એક આ ચાર મોટા આતંકીઓની હત્યાથી પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના કાન ખંખેર્યા છે. આ પછી તેણે પાકિસ્તાનમાં રહેતા મોટા ભારત વિરોધી આતંકવાદી નેતાઓની સુરક્ષા વધારી દીધી છે.

પાકિસ્તાની સેનાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કમાન્ડોને કુખ્યાત માફિયા કિંગપિન દાઉદ ઈબ્રાહિમની સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે. પાકિસ્તાની સેના દ્વારા દાઉદને બુલેટ પ્રુફ વાહન કાફલો પણ આપવામાં આવ્યો છે, જેમાં દાઉદ અને તેના પરિવારના સભ્યો મુસાફરી કરે છે. મુંબઈ બ્લાસ્ટના આરોપી દાઉદને પાકિસ્તાનમાં આશ્રય છે… ઉલ્લેખનીય છે કે, દાઉદ ઈબ્રાહિમ ૧૯૯૩ના મુંબઈ બોમ્બ વિસ્ફોટનો મુખ્ય આરોપી છે અને ઘટના બાદથી તે પાકિસ્તાનમાં આશ્રય લઈ રહ્યો છે. ત્યાં બેસીને દાઉદ ભારતમાં પણ પોતાનું બ્લેક વર્લ્ડ સામ્રાજ્ય ચલાવી રહ્યો છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર જેલમાં કથિત રીતે હાજર રહેલા સૈયદ સલાહુદ્દીન સહિત કેટલાક અન્ય આતંકી નેતાઓની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. જેથી જેલમાં તેમની હાજરી દરમિયાન તેમના પર કોઈ હુમલો ન થાય. તહરીક-એ-તાલિબાન પર હત્યાની આશંકા… પાકિસ્તાની ગુપ્તચર એજન્સીને શંકા છે કે, આ આતંકવાદીઓની હત્યામાં આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સહિત કેટલાક અન્ય આતંકવાદી સંગઠનો સામેલ છે. ધ્યાનમાં રાખો કે, આ તમામ આતંકવાદીઓ ભારતમાં વોન્ટેડ છે, જેમને પાકિસ્તાન દ્વારા આશ્રય આપવામાં આવ્યો છે. તેઓ પાકિસ્તાનમાં રહીને ભારત સામે આતંકનું જાળું વણતા રહે છે.

Follow Me:

Related Posts