પાકિસ્તાનીઓ પીએમ મોદીથી ડરે છે
વિરાટ કોહલી જ્યારે પણ મેચમાં પીચ પર રમવા માટે આવે તો તેઓ પ્રાર્થના કરે છે કે તે જલદી આઉટ થઈ જાય
પાકિસ્તાનની કરાચી જેલમાંથી તાજેતરમાં જ 80 જેટલા ગુજરાતી માછીમારો માદરે વતન પહોંચી ગયા. આ માછીમારો 2020માં માછલી પકડવા માટે ગુજરાતનો કાંઠો છોડી પાકિસ્તાનની દરિયાઈ સીમામાં પ્રવેશી ગયા હતા. ત્યારબાદ પાકિસ્તાનની સમુદ્રી સેનાએ તેમને પકડી લીધા હતા. પરત ફરેલા માછીમારોએ મોટો ખુલાસો કર્યો છે. છોડી મૂકવામાં આવેલા માછીમારોમાં 59 ગિર સોમનાથ જિલ્લાના, 15 દેવભૂમિ દ્વારકાના, 2 જામનગરના, એક અમરેલીથી અને 3 માછીમારો કેન્દ્રશાસિત પ્રદેશ દીવના છે. મીડિયા સાથે વાતચીતમાં આ માછીમારોએ એવો ખુલાસો કર્યો કે જાણીને તમે પણ ચોંકી જશો. તેમના કહેવા મુજબ પાકિસ્તાનીઓ બે ભારતીયથી ડરે છે. 2020માં પાકિસ્તાન દ્વારા પકડાયેલા ધર્મેશભાઈ વાળા હાલમાં જ પોતાના વતન પોરબંદર પાછા ફર્યા. તેમના કહેવા મુજબ હજુ 184 જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલોમાં છે. મીડિયા સાથે વાતચીતમાં ધર્મેશભાઈએ કહ્યું કે અમને આંતરરાષ્ટ્રીય પાણીમાંથી પકડ્યા અને કરાચી લઈ જવાયા. મલિર લંધી જેલમાં પૂરી દીધા. તેમના કહેવા મુજબ ભારતીય માછીમારોની સ્થિતિ સારી નથી. કેટલાક માંદા છે. 6-7 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 7-8 બીમાર છે. તેમણે માછીમારોને એવી પણ વિનંતી કરી કે પાકિસ્તાનની જળસીમામાં ન જવું. તેમણે એમ પણ કહ્યં કે જે માછીમારો માંદા છે તેમાથી કેટલાક પેરેલાઈઝ્ડ પણ થયા છે. તેઓ દવા આપે છે પરંતુ તે પૂરતી હોતી નથી.
મારા સહિત અનેક માછીમારો સ્કીન ડિસિઝનો પણ ભોગ બન્યા છે. વધુમાં કહ્યું કે 7000થી 7500 જેટલા કેદીઓ જેલમાં છે, આથી તમે સમજી શકો કે કયા પ્રકારનું ભોજન મળતું હશે. અમે થોડું લેબર વર્ક કરતા હતા અને જે કમાણી થાય તેમાંથી અમારા માટે જાતે જ વેજ ડીશ બનાવતા હતા. અમારા પર તો મલ્ટીપલ કેસ ફાઈલ કર્યા હોવાના કારણે છૂટવાની આશા જ ન હતી. હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે તેઓ જેલમાં બંધ માછીમારોના છૂટકારા માટે મદદ કરે. ધર્મેશભાઈએ એમ પણ કહ્યું કે જેલમાં ભારતીય માછીમારોને અલગ રાખવામાં આવતા હતા. બેરેકમાંથી બ્રેક લઈને અમે ખુલ્લામાં ફરતા હતા. પરંતુ તે સમયે કોઈ પણ અનિચ્છનિય બનાવ ન બને તે કારણસર પાકિસ્તાની કેદીઓને બહાર રાખવા નહતા આવતા. અમને એવું પણ કહેવામાં આવતું હતું કે મોદી આવા છે અને મોદી તેવા છે. તેઓ અમને એમ પણ કહેતા હતા કે તમારી સરકાર તમને પાછા લાવવા ઈચ્છતી નથી. પરંતુ અમને ખબર હતી કે એવું નથી. તેઓ અમને એમ પણ કહેતા કે આ વખતે જ્યારે ચૂંટણી આવે તો મોદીને મત ન આપતા અને તેમને જીતવા ન દેતા. વાળાએ એમ પણ ઉમેર્યું કે વિરાટ કોહલી જ્યારે પણ મેચમાં પીચ પર રમવા માટે આવે તો તેઓ પ્રાર્થના કરતા કે તે જલદી આઉટ થઈ જાય. અત્રે જણાવવાનું કે હાલમાં 82 જેટલા માછીમારોને છોડવામાં આવ્યા હતાં પરંતુ તેમાંથી 2 માછીમારોનું છૂટકારો થાય તે પહેલા જ મોત થઈ ગયું.
Recent Comments