પાકિસ્તાની આર્ટિસ્ટે ભારતના સ્વતંત્રતા દિન નિમીત્તે રાષ્ટ્રગાન વગાડી શુભકામનાઓ આપી
ભારત પોતાની આઝાદીનો ૭૬મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ તકે પાકિસ્તાની રબાબ કલાકાર સિયાલ ખાનએ ભારતને ખાસ શુભકામનાઓ મોકલી છે. શાંત પહાડો અને હરિયાળીના બેકગ્રાઉન્ડની સાથે સિયાલ ખાને પોતાના ગીટાર પર ભારતીય રાષ્ટ્રગાન જન મન ગણ વગાડ્યું છે. વીડિયો શેર કરતા સિયાલ ખાને પોતાના ટિ્વટરના કેપ્શનમાં લખ્યું- ‘સરહદ પાર મારા દર્શકો માટે આ એક ભેટ છે. સિયાલ ખાનની શાનદાર ધુનને સાંભળ્યા બાદ બંને દેશના લોકોએ તેની ખુબ પ્રશંસા કરી છે. એક ભારતીય યૂઝરે કહ્યું કે ‘જન ગણ મન’ની ધુન સંભળાવી સિયાલે દિલ જીતી લીધું.
તમે વીડિયોમાં જાેઈ શકો છો કે સિયાલ ઉંડા પહાડો પર બેઠો છે અને હાથમાં રબાબ લીધેલું છે. કુલ એક મિનિટ ૨૨ સેકેન્ડના વીડિયોમાં સિયાલે પોતાના રબાબ પર રાષ્ટ્રગાન વગાડ્યું છે. રાષ્ટ્રગાનની ધુન એટલી સુંદર છે કે લોકોએ તેની પ્રશંસા કરી. આ વીડિયોને ૭ લાખ જેટલા વ્યૂ મળી ચુક્યા છે. આ પહેલા સિયાલ ખાને ફના ગીતની શાનદાર પ્રસ્તુતી આપી હતી. પ્રતિભાશાળી કલાકારે એક વીડિયો શેર કર્યો, જેમાં તે જાણીતુ ગીત પસૂરી વગાડતો જાેવા મળી રહ્યો છે. કોક સ્ટૂડિયો પાકિસ્તાનના મેગા હિટ ગીતે પોતાના આકર્ષક સંગીતથી બધાનું મનોરંજન કર્યું છે અને તે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. પસૂરી અને મેરે હાથ મેં સિવાય સિયાલે પ્રતિષ્ઠિત ગીત ગુલાબી આંખેમાં પણ હાથ અજમાવ્યો હતો.
Recent Comments