પંજાબના ફિરોઝપુર વિસ્તારમાં સરહદ પારથી આવતા એક ડ્રોનને તોડી પાડ્યું. એક ટિ્વટમાં, મ્જીહ્લએ કહ્યું, “શુક્રવારે રાત્રે ૧૧.૧૦ વાગ્યે ફિરોઝપુર સેક્ટરમાં વાન બોર્ડર ચોકી પાસે મળી આવતાં જ ચીની બનાવટના ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું.” તેમણે કહ્યું કે, કાળા રંગની ઉડતી વસ્તુને તોડી પાડવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ ૩૦૦ મીટર અને સરહદની વાડથી ૧૫૦ મીટર દૂર શૂટિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસ સૂચવે છે કે પાકિસ્તાન સ્થિત ઘણા આતંકવાદી જૂથો ભારતમાં હથિયારોની દાણચોરીમાં સામેલ છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તાજેતરની જપ્તીઓથી જાણવા મળ્યું છે કે આ સંગઠનો ડ્રોન દ્વારા વિવિધ પ્રકારના આતંકવાદીઓ અને કોમ્યુનિકેશન હાર્ડવેર પહોંચાડવાની ક્ષમતા હાંસલ કરવામાં સફળ થવાનો પ્રયાસ કરી રહ્યાં છે. રાજ્ય સરકારે ભારત-પાક સરહદ પારથી મોટા કદના ડ્રોનની અવરજવર પર ચિંતા વ્યક્ત કરી છે. ભારત તરફ આ રીતે ડ્રોનનું આવવું સુરક્ષા માટે મોટો ખતરો છે. પંજાબ પાકિસ્તાન સાથે ૫૫૩-ાદ્બ-લાંબી કાંટાળા તારવાળી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે, જે લગભગ ૧૩૫ મ્જીહ્લ બટાલિયનની દેખરેખ હેઠળ છે. ડ્રગ નેટવર્ક અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત રૂટ પર પણ કામ કરે છે જેના કારણે ભારત પર પણ ખતરો બનેલો રહે છે. આ જ કારણ છે કે પાકિસ્તાનના કોઈપણ ષડયંત્રને સમયસર નિષ્ફળ બનાવવામાં આવે છે.
આ સિવાય પણ ઘણા એવા ડ્રોન છે જેનાથી હથિયાર ડ્રોપ કરીને હુમલો કરી શકાય છે. તેથી, સરહદ પર ઉડતી વસ્તુઓનું ખૂબ કાળજીપૂર્વક નિરીક્ષણ કરવામાં આવે છે. જેને લઈ કોઈપણ પ્રકારના સંકટનો સામનો કરી શકાય.પંજાબના ગુરદાસપુરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર પાકિસ્તાન દ્વારા ભારતમાં ડ્રોન મોકલવાના પ્રયાસને મ્જીહ્લએ નિષ્ફળ બનાવ્યો છે. ગુરદાસપુરની કાસોવાલ બોર્ડર આઉટ પોસ્ટ પર મોડી રાત્રે પાકિસ્તાની ડ્રોન જાેવા મળ્યું હતું. સ્થળ પર હાજર બીએસએફના જવાનો અને એક મહિલા જવાને ડ્રોન પર ૫ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે બાદ ડ્રોન પાકિસ્તાનની સરહદ પર પરત ફર્યું હતું. વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામા આવ્યું છે.
Recent Comments