રાષ્ટ્રીય

પાકિસ્તાની પ્રધાનમંત્રી શરીફે ભારતની હાર પર કરી ટ્‌વીટ

ટીમ ઈન્ડિયાનો ટી૨૦ વિશ્વકપ-૨૦૨૨ના સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડન સામે કારમો પરાજય થયો છે. આ હારથી ભારતીય ટીમ નિરાશ છે. આ હારને લઈને દુનિયાભરમાંથી પ્રતિક્રિયા આપી રહી છે. આ કડીમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે ટીમ ઈન્ડિયા પર ટ્‌વીટ કરીને મીઠું ભભરાવવાનું કામ કર્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રીનું આ ટ્‌વીટ ભારતીય ક્રિકેટ પ્રેમીઓને પસંદ આવશે નહીં. હકીકતમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે ટિ્‌વટ રપર લખ્યુ કે આ રવિવારે ૧૫૨/૦ વિરુદ્ધ ૧૭૦/૦ની મેચ રમાશે. શાહબાઝ શરીફે ભલે ટ્‌વીટમાં આ સિવાય કોઈ ઉલ્લેખ ન કર્યો હોય પરંતુ હકીકતમાં શરીફના આ ટ્‌વીટમાં ટીમ ઈન્ડિયા પર કટાક્ષ છે, કારણ કે આ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડનો તે સ્કોરબોર્ડ છે જેમાં બંનેએ ભારતને ૧૦ વિકેટે પરાજય આપ્યો છે. પહેલો સ્કોરબોર્ડ ૧૫૨/૦ પાકિસ્તાનનો છે, જ્યારે પાછલા ટી૨૦ વિશ્વકપના ગ્રુપ મેચમાં ભારતે ૧૦ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

તે સમયે ભારતના બોલર પાકિસ્તાનની એક વિકેટ ઝડપી શક્યા નહીં. જ્યારે બીજાે સ્કોરબોર્ડ ૧૭૦/૦ આજના સેમીફાઇનલનો છે, જ્યારે ઈંગ્લેન્ડે ભારતને ૧૦ વિકેટે પરાજય આપ્યો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ ભલે આ કટાક્ષ કર્યો હોય પરંતુ તેમનું આ ટ્‌વીટ લોકોને પસંદ આવ્યું નથી. સોશિયલ મીડિયા પર ઘણા યૂઝર્સ તેના પર ભડકી ગયા છે અને પાકિસ્તાન વિરુદ્ધ વર્લ્ડ કપમાં ભારતના સારા રેકોર્ડનો ઉલ્લેખ કરી રહ્યાં છે. પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર યૂઝર આ પ્રકારના ટ્‌વીટ કરીને શાહબાઝ શરીફને ટ્રોલ કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું કે દેશમાં અન્ય સમસ્યાઓ છે તમારૂ ધ્યાન તેના પર નથી.

પરંતુ સત્ય તે પણ છે કે આ બંને વખતે ટીમે ૧૦ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. નોંધનીય છે કે ટી૨૦ વિશ્વકપ ૨૦૨૨માં ભારતીય ટીમની સફર સમાપ્ત થઈ ગઈ છે. ગુરૂવારે એડિલેડમાં રમાયેલા સેમીફાઇનલ મુકાબલામાં ભારતે ૧૦ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. ભારતે ઈંગ્લેન્ડને જીત માટે ૧૬૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને વિપક્ષી ટીમે સરળતાથી હાસિલ કરી લીધો. હવે ફાઇનલમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ રમાશે.

Follow Me:

Related Posts