fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાની મહિલા ISI એજન્ટને ગુપ્ત માહિતી મોકલતી હતી

ગુજરાત પોલીસની આતંકવાદ વિરોધી ટુકડીએ દેશ વિરુદ્ધ કાવતરું ઘડનાર વ્યક્તિની ધરપકડ કરીગુજરાત પોલીસની એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે શનિવારે એક પાકિસ્તાની જાસૂસને ગુપ્ત માહિતી આપવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજાે વિશેની સંવેદનશીલ માહિતી પાકિસ્તાની એજન્ટ સાથે શેર કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે. છ્‌જીના પોલીસ અધિક્ષક કે સિદ્ધાર્થે જણાવ્યું હતું કે આ કેસમાં પોરબંદરના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પંકજ કોટિયાને ‘રિયા’ નામના પાકિસ્તાની એજન્ટે પોરબંદરમાં ૈંઝ્રય્ જહાજાે અને તેની જેટી વિશે માહિતી આપવાની લાલચ આપી હતી. પોલીસ અધિક્ષક સિદ્ધાર્થે જણાવ્યું કે જેટી પર કામચલાઉ કામ કરતો પંકજ ૮ મહિના પહેલા ફેસબુક પર રિયાના સંપર્કમાં આવ્યો હતો. ત્યારથી તે સતત તેના સંપર્કમાં હતો. રિયાએ પંકજને કહ્યું કે તે ઈન્ડિયન નેવીમાં કામ કરે છે અને મુંબઈમાં રહે છે.

પોલીસ અધિક્ષકે કહ્યું કે જે ઉરટ્ઠંજછॅॅ નંબર પર તેણે ૈંઝ્રય્ જહાજાે અને જેટીઓના સ્થાન અને અન્ય વિગતો વિશે સંવેદનશીલ માહિતી શેર કરી હતી તે પાકિસ્તાનનો છે. તેમણે જણાવ્યું કે, આવી માહિતી માટે છેલ્લા ૮ મહિનામાં પંકજને ેંઁૈં દ્વારા હપ્તામાં ૨૬ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. આ પૈસા તેના ૧૧ અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. છ્‌જીએ કહ્યું કે પંકજ અને રિયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૧ અને ૧૪૮ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેના પર ભારત સરકાર સામે યુદ્ધ છેડવાનો અને ગુનાહિત ષડયંત્ર રચવાનો આરોપ છે. તે જ સમયે, પોલીસ આ કેસમાં આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવામાં વ્યસ્ત છે.

Follow Me:

Related Posts