રાષ્ટ્રીય

પાકિસ્તાને પી.ઓ.કેમાં અત્યાચાર બદલ ભોગવવું પડશે પરિણામ: રાજનાથસિંહ, ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર આપ્યું મોટું નિવેદન

રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે કહ્યું કે પાકિસ્તાન તેના કબજાવાળા કાશ્મીરમાં લોકો પર અત્યાચાર કરી રહ્યું  છે અને તેણે તેના પરિણામ ભોગવવા પડશે. પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે)ને ફરીથી મેળવવાના સંકેત આપતા રક્ષામંત્રીએ કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદાખમાં સર્વાંગી વિકાસનો લક્ષ્ય પીઓકેના હિસ્સા ‘ગિલગિટ અને બાલ્ટિસ્તાન’ સુધી પહોંચ્યા બાદ મેળવવામાં આવશે. રાજનાથ સિંહે ‘શૌર્ય દિવસ’ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે અમે જમ્મુ કાશ્મીર અને લદાખમાં વિકાસની અમારી યાત્રા હમણા શરૂ કરી છે. જ્યારે અમે ગિલગિટ અને બાલ્ટિસ્તાન સુધી પહોંચી જઈશું તો અમારો લક્ષ્યાંક પૂરો થઈ જશે. અત્રે જણાવવાનું કે ભારતીય વાયુસેનાના આજના દિવસે ૧૯૪૭માં શ્રીનગર પહોંચવાની ઘટનાની યાદમાં શૌર્ય દિવસનું આયોજન કરાયું છે. પાકિસ્તાન દ્વારા પીઓકેમાં લોકો પર કરાયેલા ‘અત્યાચારો’ નો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પાડોશી દેશે ‘તેના પરિણામ ભોગવવા’ પડશે. તેમણે કહ્યું કે આતંકવાદનો કોઈ ધર્મ નથી. આતંકવાદીઓનો એકમાત્ર હેતુ ભારતને નિશાન બનાવવાનો છે. રાજનાથ સિંહે કહ્યું કે પાંચ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ કલમ ૩૭૦ હટાવવાના કેન્દ્રના ર્નિણયથી જમ્મુ કાશ્મીરમાં લોકો વિરુદ્ધ ભેદભાવ ખતમ થઈ ગયો. તેમણે કહ્યું કે ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાંચ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ જમ્મુ કાશ્મીરના લોકો વિરુદ્ધ ભેદભાવ ખતમ થઈ ગયો.

Related Posts