fbpx
સૌરાષ્ટ - કચ્છ

પાકિસ્તાને ફાયરીંગ કરેલ બોટ પોરબંદર લવાઈ હવે તપાસ થશે

ગુજરાતના એકમાત્ર ડેઝીગ્નેટેડ પોલીસ મથક પોરબંદરના નવીબંદર મરીન પોલીસ સ્ટેશનમાં હત્યા અને હત્યાના પ્રયાસનો પાકિસ્તાન મરીન સિકયુરીટીના જવાનો સામે ગુન્હો નોંધાતા જલપરી બોટ અને ખલાસીઓને તપાસ માટે પોરબંદર લાવવામાં આવ્યા છે. હાલ એસઓજી ટીમ દ્વારા તપાસ ચાલે છે. આ બોટમાં ૮ જેટલી ગોળીઓના નિશાન મળી આવ્યા છે અને તેમાંથી ૪ જેટલી કારતૂસ રીકવર થઈ છે. એફ.એસ.એલ. દ્વારા જી.પી.એસ. સીસ્ટમ સહિતની તપાસ થશે.અરબી સમુદ્રમાં ઓખાની એક બોટ પર પાકિસ્તાન મરીન સિકયુરીટીએ ફાયરિંગ કર્યું હતું,

જેમાં બોટમાં સવાર એક ખલાસીનું મોત પણ નિપજ્યું હતું. જે મામલે ઓખાની જલપરી નામની બોટ તથા ખલાસીઓ ને પોરબંદર ખાતે લાવવામાં આવ્યા છે. કોડીનારના માઢવાડ ગામના જેન્તીભાઇ નાનજીભાઈ રાઠોડની જલપરી નામની ફિશિંગ બોટ પર પાકિસ્તાન મરીન સિકયુરીટીની બે શીપ ત્યાં ધસી આવી આડેધડ ફાયરીગ કરતા શ્રીધર રમેશભાઇ ચામડે નામના ખલાસીને ગોળી વાગતા તેમનું મોત થયું હતું જ્યારે એક ગોળી દિલીપને ઘાયલ કરી નીકળી ગઈ હતી.

Follow Me:

Related Posts