૭૭મા સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી સભા દરમિયાન વિશ્વના નેતાઓએ વૈશ્વિક શાંતિ અને વિકાસ માટેની ભારતની મક્કમતાની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જનરલ એસેમ્બલીમાં હાજરી નહોતી આપી પરંતુ તેમની જગ્યાએ કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે યુએનજીએમાં હાજરી આપી હતી. યુએનજીએમાં વિદેશ મંત્રીએ ગ્લોબલ સાઉથના ભાગીદારો તેમજ પશ્ચિમના સહયોગીઓ સાથે બેઠકો કરી હતી. યુએનજીએમાં તેમની બેઠક દરમિયાન અને આ સાથે જ સમિટ સિવાયની બેઠક દરમિયાન જયશંકરે ેંદ્ગજીઝ્ર સુધારાની હિમાયત કરી હતી. આ ઉપરાંત આતંકવાદને પ્રોત્સાહન આપતા રાજ્યોને પડકાર ફેંક્યો હતો અને જણાવ્યુ હતુ કે, અશાંત વિશ્વને ભારતે કેવી રીતે કારણ અને સદ્ભાવના આપી હતી. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાન પર નિવેદન આપ્યું કે , યુએસ અને પાકિસ્તાન વચ્ચે થયેલી હ્લ-૧૬ ફાઇટર જેટની ડીલ મામલે પ્રશ્ન ઉઠાવ્યો હતો. ભારતીય-અમેરિકનોના એક કાર્યક્રમમાં ભારતીય વિદેશ મંત્રીએ કહ્યુ હતુ કે, તેઓ જાણે છે કે કોની વિરુદ્ધ અને ક્યાં હ્લ-૧૬નો ઉપયોગ કરવામાં આવશે ત્યારે જેટ્સનો ઉપયોગ આતંકવાદ વિરોધી ઓપરેશનમાં કરવામાં આવશે તેનો છેદ ઉડાડી દે છે.
જયશંકરે કહ્યુ હતુ કે, ‘તમે આવી વાતો કરીને કોઈને મુર્ખ નહીં બનાવી શકો… આ એક એવો સંબંધ છે કે જે પાકિસ્તાનને બરાબર સેવા પૂરી પાડી રહ્યો નથી કે નથી અમેરિકાનું હિત કરતો! આજે ખરેખર યુનાઇટેડ સ્ટેટ્સ માટે આ સંબંધની યોગ્યતાઓ શું છે અને તેઓ તેનાથી શું મેળવે છે તેના પર વિચાર કરવાનો છે.’ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં આતંકવાદ પર નિવેદન આપતા કહ્યું હતુ કે, ‘આતંકવાદ પર દશકોથી સરહદ પારના આતંકવાદનો ભોગ બનનારું ભારત શૂન્ય-સહિષ્ણુતા સુધીના અભિગમની હિમાયત કરે છે.
અમારા મતે આતંકવાદ તરફેણમાં દલીલ કરવાનો અને તેને પ્રોત્સાહન આપવાની કોઈ દલીલ હોતી નથી.’ આતંકવાદીઓને વૈશ્વિક ખતરો જાહેર કરવાના પ્રસ્તાવ પર અસહમતિ દર્શાવવાના ચીનના પ્રયત્ન પરઃ જયશંકરે ચીનનું નામ લીધા વિના કહ્યુ હતુ કે, ‘જેઓ ેંદ્ગજીઝ્ર ૧૨૬૭ પ્રમાણે પ્રતિબંધ શાસનની રાજનીતિ કરી ઘણીવાર આતંકવાદી ઘોષિત થયો હોય તે છતાં તેના બચાવની હદ સુધીનું જાેખમ લેતા હોય છે. જાે મારી વાત માનો તો, આવું કરનારા ના તો તેમની પ્રતિષ્ઠા વધારી શકે છે, ના તો હિતોને વધારી શકે છે.’
Recent Comments