રાષ્ટ્રીય

પાકિસ્તાન ‘તહરીક-એ-ઈન્સાફ’ પાર્ટીનો દાવો : “ઈમરાન ખાનની હત્યાનો પ્રયાસ થઈ રહ્યો છે..”

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની હત્યાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ દાવા તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ વતી કરવામાં આવી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈમરાન ખાનને એટોક જેલમાં ‘સ્લો પોઈઝન’ આપવામાં આવી રહ્યા છે. ઈમરાનને ઘરનું ભોજન આપવાની ના પાડ્યા બાદ આ બાબતો સામે આવી રહી છે. ઈમરાન ખાનને પંજાબની મ્-ક્લાસ જેલમાં રાખવામાં આવ્યો છે, જ્યાં આસપાસ ગાઢ જંગલ છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે જેલમાં પાણી ભરાઈ જાય છે. તેને અન્ય જેલમાં ટ્રાન્સફર કરવાની માગ કરવામાં આવી છે. આ અંગે ઈસ્લામાબાદ હાઈકોર્ટનો ર્નિણય આવવાનો બાકી છે. પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે ઈમરાન ખાનની ૭ અરજીઓ ફગાવી દીધી છે.

ઈમરાન વિરુદ્ધ ઘણા જુદા-જુદા કેસ ચાલી રહ્યા છે, જેમાં તેને કોર્ટમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી હતી અને તેને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ઈમરાન ખાનને તોશાખાના કેસમાં દોષિત જાહેર થયા બાદ ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેને એટોક જેલમાં રાખવામાં આવ્યો છે. હવે તેમની પાર્ટીના નેતાઓ તેમને અદિયાલા જેલમાં શિફ્ટ કરવાની માગ કરી રહ્યા છે. સજાની સાથે જ ચૂંટણી પંચે ઈમરાન પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે તેને અદિયાલા જેલમાં શિફ્ટ કરવાની માગ પર પોતાનો ર્નિણય સુરક્ષિત રાખ્યો છે. ઁ્‌ૈં ના નેતાઓએ ઈમરાન ખાનની સ્થિતિ અને પાર્ટીની ચૂંટણી વ્યૂહરચના અંગે બેઠક યોજી હતી.

આ દરમિયાન કથિત રીતે એવું પણ બહાર આવ્યું કે, ઈમરાન ખાનને મારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમને ધીમે ધીમે ઝેર આપવામાં આવે છે. ઈમરાન ખાન જ્યારે મે મહિનામાં જેલમાં ગયો ત્યારે તેમને ઝેર આપવાના દાવા સામે આવ્યા હતા. પીટીઆઈના ગઠબંધન અવામી મુસ્લિમ લીગના વડા શેખ રાશિદ અહેમદે તે સમયે દાવો કર્યો હતો કે. પીએમએલ-એન ગઠબંધન ઈમરાન ખાનને ઝેર આપીને મારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઈમરાન પર ગોળીબારનો ઉલ્લેખ કરીને તેમણે સરકારની ખૂબ ટીકા કરી હતી. ખુદ ઈમરાન ખાને પણ ફાયરિંગ બાદ કહ્યું છે કે તેમના પર થયેલો હુમલો વાસ્તવમાં તેમને મારી નાખવાનો પ્રયાસ હતો.

Related Posts