fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાન પર વિદેશી મુદ્રા ભંડાર ખતમ થવાનું સંકટપાકિસ્તાનમાં હાલ રોટલીની અછત વચ્ચે હવે વીજળી બીલને લઈને હોબાળોદેશમાં નવી કટોકટીએ પાકિસ્તાનના લોકોને રસ્તા પર આવવા મજબૂર કર્યા

પાડોશી દેશ પાકિસ્તાનમાં રોટલીની અછત છે. બેરોજગારીનું વર્ચસ્વ છે અને મોંઘવારીએ મુશ્કેલીમાં વધારો કર્યો છે. હવે વધુ એક નવી કટોકટીએ લોકોને રસ્તા પર આવવા મજબૂર કર્યા છે. પાકિસ્તાનમાં વીજળીના દર પહેલાથી જ ઘણા મોંઘા છે, પરંતુ હવે લોકોના બિલ લાખોમાં આવી રહ્યા છે. દેશમાં વીજળી બિલને લઈને હોબાળો મચી ગયો છે. સવાલ એ છે કે જેમની પાસે મકાનનું ભાડું ભરવાના પૈસા નથી તેઓ લાખોનું વીજળીનું બિલ કેવી રીતે ભરશે? પાકિસ્તાનમાં વીજળી બિલને લઈને હોબાળો મચ્યો છે. ઘણા વિસ્તારોમાં વીજળી પુરવઠો નથી ત્યારે આ સ્થિતિ છે.

પાકિસ્તાનમાં વીજળી બિલના ભાવમાં બેહદ વધારાને કારણે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. લોકો એટલો ગુસ્સે છે કે તેઓ રસ્તા પર આવી ગયા છે અને વહીવટીતંત્ર સામે ધરણાં કરવા લાગ્યા છે. જાે કે વચગાળાની સરકારે વીજ બીલ અંગે તાકીદની બેઠક યોજી હતી, પરંતુ આ મામલે કોઈ ઉકેલ આવ્યો ન હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૨૯ ઓગસ્ટે બીજી બેઠક યોજવામાં આવી શકે છે, જેમાં વધેલા બિલ પર ર્નિણય લેવામાં આવી શકે છે.

પાકિસ્તાનમાં મોંઘવારી કેમ વધી રહી છે?.. જે જણાવીએ, હકીકતમાં, છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનમાં એક યુનિટ વીજળીનો દર રૂ.૭થી વધીને રૂ.૪૩ થઇ ગયો છે. ૈંસ્હ્લના દબાણને કારણે આવું થઈ રહ્યું છે, કારણ કે ૈંસ્હ્લએ આ શરતે બેલઆઉટ પેકેજનો બીજાે હપ્તો આપ્યો હતો, જેની ચૂકવણી કરવા માટે પાકિસ્તાન વીજળી, ગેસ અને પેટ્રોલના દરોમાં સતત વધારો કરશે. આ જ કારણ છે કે શાહબાઝ સરકારે પણ ભાવમાં સતત વધારો કર્યો અને હવે અનવર ઉલ હકની વચગાળાની સરકારમાં ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનમાં ગરીબી, ભૂખમરો, બેરોજગારી અને મોંઘવારી સાતમા આસમાન પર છે. વિદેશી મુદ્રા ભંડાર ખતમ થવાની કટોકટી છે. આની પાછળ પાકિસ્તાનનું દેવું છે, જેને તે ચૂકવવા સક્ષમ નથી. તેનો બોજ જનતા પર પડી રહ્યો છે. સ્થિતિ એવી છે કે પાકિસ્તાન અંધકારમાં ડૂબી ગયું છે.

Follow Me:

Related Posts