પાકિસ્તાન વિદેશમંત્રી આવશે ભારત, પાકિસ્તાનના વિદેશ મંત્રી જીર્ઝ્રંની બેઠકમાં ભાગ લેશે
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી ૪ અને ૫ મેના રોજ ગોવામાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (જીર્ઝ્રં) ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના જણાવ્યા અનુસાર તેઓ પાકિસ્તાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે આ માહિતી આપી છે. લગભગ ૧૨ વર્ષના અંતરાલ પછી ભારતની મુલાકાત લેનારા બિલાવલ પ્રથમ વિદેશ મંત્રી હશે. હિના રબ્બાની ખાર જુલાઈ ૨૦૧૧માં ભારતની મુલાકાત લેનાર છેલ્લા પાકિસ્તાની વિદેશ મંત્રી હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ૨૦૧૪માં પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે નવી દિલ્હી આવ્યા હતા ત્યારથી પાકિસ્તાનના કોઈ મોટા નેતા ભારત આવ્યા નથી. ભારતે પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલ અને વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો-ઝરદારીને વિદેશ મંત્રીઓ અને જીર્ઝ્રંના મુખ્ય ન્યાયાધીશોની બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે.
ભારત અને પાકિસ્તાન બંનેને જીર્ઝ્રંના પૂર્ણ સભ્ય તરીકે સ્વીકારવામાં આવ્યા છે. બંનેએ તેમના દ્વિપક્ષીય વિવાદોને કારણે બ્લોકને નબળો ન પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ફેબ્રુઆરી ૨૦૧૯માં પુલવામા આતંકવાદી હુમલાના વિરોધમાં પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના તાલીમ શિબિરો પર ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદથી ભારત-પાકિસ્તાનના સંબંધો અત્યંત તંગ બની ગયા છે. ઓગસ્ટ ૨૦૧૯ પછી સ્થિતિ વધુ ખરાબ થઈ જ્યારે ભારતે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જાે નાબૂદ કર્યો અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરી દીધું. આઠ સભ્યોની સંસ્થા જીર્ઝ્રંમાં વર્તમાન અધ્યક્ષ ભારત હોવાથી શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. જીર્ઝ્રંના સભ્ય દેશોમાં ભારત, રશિયા, ચીન, કિર્ગીઝ ગણરાજ્ય, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે.
Recent Comments