પાકિસ્તાન સરકારનો વધુ એક આદેશ : દુકાનો રાત્રે ૮ વાગ્યે બંધ કરી દો
પાકિસ્તાનમાં સામાન્ય લોકોની મુશ્કેલીઓ ઓછી થવાને બદલે વધી રહી છે. કમરતોડ મોંઘવારીના કારણે લોકોની થાળીમાંથી અન્ન પણ છીનવાઈ ગયું છે. પાકિસ્તાની દેવા હેઠળ દબાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવે પાકિસ્તાન સરકારે વધુ એક આદેશ આપ્યો છે. કાળઝાળ ગરમીમાં જ્યાં લોકો સાંજના સમયે જ ઘરની બહાર નીકળવાની હિંમત કરી શકે છે, ત્યાં સરકારે ર્નિણય લીધો છે કે દુકાનો રાત્રે ૮ વાગ્યે બંધ કરી દેવી જાેઈએ. આ નવો આદેશ સાંભળીને સામાન્ય લોકો ચોંકી ગયા છે. ત્યાં પહેલેથી જ ખાદ્યપદાર્થોની અછત છે, પરંતુ તે સમયે જ્યારે લોકો સૌથી વધુ ખરીદી કરે છે, ત્યારે તેમને દુકાનો બંધ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. પહેલેથી જ કમરતોડ મોંઘવારીથી પરેશાન વેપારીઓએ સરકારના આ આદેશને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે આ સિઝનમાં અમે રાત્રે ૮ વાગ્યે દુકાનો બંધ કરીશું નહીં. ઓલ પાકિસ્તાન અંજુમન-એ-તાઝીરાનના પ્રમુખ અજમલ બલોચે ડોન અખબારને જણાવ્યું હતું કે સરકારે ભૂતકાળમાં પણ આવા પ્રયાસો કર્યા હતા, પરંતુ નિષ્ફળ રહ્યા હતા.
તેમનું કહેવું છે કે આ ઉનાળામાં લોકો દિવસ દરમિયાન ભાગ્યે જ ઘરની બહાર નીકળે છે. તેઓ રાત્રે ૮ થી ૧૧ વાગ્યાની વચ્ચે જ શોપિંગ કરવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરીને વીજળી બચાવવાનો શું તર્ક છે. પાકિસ્તાન પાસે માત્ર રોટલી ખરીદવા માટે જ નહીં પરંતુ વીજળી ખરીદવા માટે પણ પૈસા નથી. આ વર્ષે જાન્યુઆરીમાં નેશનલ ગ્રીડ ફેલ થતાં પાકિસ્તાનના અનેક શહેરો અંધકારમાં ડૂબી ગયા હતા. ત્યારે પણ સરકારે રાત્રે ૮ વાગ્યા સુધીમાં બજારો બંધ રાખવાનો નિર્દેશ આપ્યો હતો. ગરમીના કારણે પાકિસ્તાનમાં ફરીથી વીજળીની ભારે અછત સર્જાઈ છે. આવી સ્થિતિમાં, સરકારે ફરીથી આદેશ આપ્યો છે કે બજારો આઠ વાગ્યે બંધ કરી દેવામાં આવે. વીજળી માટે પાકિસ્તાન અન્ય દેશોમાંથી ઇંધણની આયાત પર ર્નિભર છે. નેશનલ ઈકોનોમિક કાઉન્સિલ, પ્લાનિંગ મિનિસ્ટર અહેસાન ઈકબાલે મીટિંગ બાદ જણાવ્યું કે ૧ જુલાઈથી બજારો વહેલા બંધ કરવાની સૂચનાઓનું પાલન કરવામાં આવશે. તેમનું કહેવું છે કે વીજળી બચાવવા માટે આ પગલું ભરવું જરૂરી છે. સરકારનું માનવું છે કે આમ કરવાથી આપણે વાર્ષિક ૧૦૦ મિલિયન ડોલર (લગભગ ૨૮ હજાર કરોડ પાકિસ્તાની રૂપિયા) બચાવી શકીશું. સરકારની દલીલ છે કે વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. સાઉદી અરેબિયાએ તેલ ઉત્પાદનમાં ૧૦ લાખ બેરલનો ઘટાડો કર્યો છે, આવી સ્થિતિમાં તેલની કિંમતમાં પ્રતિ બેરલ ૧૦૦ ડોલરનો વધારો થવાની સંભાવના છે.
Recent Comments