પાકિસ્તાન સરકારે જુનાગઢના મુદ્દાને પણ કાશ્મીરની જેમ જ વધુ સક્રિયતાથી ઉઠાવવો જાેઇએ : મોહમ્મદ જહાંગીર
પાકિસ્તાન સરકારે જુનાગઢના મુદ્દાને પણ કાશ્મીરની જેમ જ વધુ સક્રિયતાથી ઉઠાવવો જાેઇએ. સાથે જ તેના હલ માટે કામ કરવું જાેઇએ. નવાબે દાવો કર્યો હતો કે પાકિસ્તાનના નક્શામાં જુનાગઢ હજુ પણ પાકિસ્તાનનું જ દર્શાવવામાં આવેલુ છે. નવાબે ઝેર ઓકતા કહ્યું કે જૂનાગઢ પાકિસ્તાન છે, આ જૂનાગઢ રાજ્યનો ન માત્ર નારો છે, સાથે સાથે એક સપનુ છે કે જેને આપણા પૂર્વજ મોહમ્મદ અલી ઝીણા અને જુનાગઢના નવાબ રહી ચુકેલા મહાબત ખાને જાેયુ હતું.પંજાબ અને કાશ્મીરમાં અલગતાવાદ ભડકાવવામાં નિષ્ફળ રહેલા પાકિસ્તાનની નજર હવે દેશના અન્ય ભાગો પર છે.
જેને પગલે પાક.ની બદનામ આઇએસઆઇ એજન્સીએ ગુજરાતના જુનાગઢનો રાગ છેડયો છે. અને કહ્યું છે કે કાશ્મીરની જેમ જુનાગઢની આઝાદીના ઇમરાન ખાન દૂત બને. આઇએસઆઇના પીઠ્ઠુ અને નવાબ હોવાનો દાવો કરનારા મોહમ્મદ જહાંગીર ખાંજીએ પાક.ના વડાપ્રધાન ઇમરાન ખાનને અપીલ કરી છે કે તેઓ ગુજરાતના જુનાગઢની આઝાદીનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવે અને કાશ્મીરની જેમ જ જુનાગઢના પણ દૂત બને. રેડિયો પાકિસ્તાનની રિપોર્ટ અનુસાર નવાબ મોહમ્મદ જહાંગીરે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન બન્નેએ જુનાગઢ મામલે વાતચીત કરવી જાેઇએ અને તેનો નિકાલ કરવો જાેઇએ.
Recent Comments