રાષ્ટ્રીય

પાકિસ્તાન POKમાંથી યુવાનોને આતંકવાદી સંગઠનોમાં સામેલ કરવાના પ્રયાસો કરે છે

ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ઈસ્લામાબાદમાં હિઝબુલ કમાન્ડર સૈયદ સલાહુદ્દીન અને આઈએસઆઈ અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી. જેમાં કાશ્મીર અને પીઓકેના સંગઠનોમાં યુવાનોને સામેલ કરવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ હિઝબુલના વહીદ ઉલ્લાહ નામના કમાન્ડરને ભરતીની જવાબદારી આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કાશ્મીરના બહાદુર દળના વડા તૈયબ ફારૂકી પણ મોટી સંખ્યામાં ભરતી કરવા ર્ઁદ્ભમાં સક્રિય થઈ ગયા છે.

આ આતંકવાદીઓ પઠાણકોટ વિસ્તારમાં સુરક્ષા દળો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. આ સાથે એલઓસી પાર આતંકીઓને પકડવા માટે પાકિસ્તાની સેનાને તૈનાત કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાન આર્મીના દરેક ફોરવર્ડ ડિફેન્સ લોકેશન પર ૮ થી ૧૦ જીજીય્ કમાન્ડ તૈનાત કરવામાં આવ્યા છે. આ ફોરવર્ડ ડિફેન્સ લોકેશન માછિલ, કેરન, તંગધાર અને નોઉગામ સેક્ટરમાં છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન આર્મી યુનિફોર્મમાં એસએસજી કમાન્ડોની સાથે તેજિયાન, ધુંદિયાલ, જુરા અને લિપા ફોરવર્ડ ડિફેન્સ લોકેશન પર હાજર આતંકીઓ એલઓસી પર રેક કરી રહ્યા છે.

ઘૂસણખોરીનો પ્રયાસ કરવા અને મ્છ્‌ કાર્યવાહી કરવા માટે આતંકવાદીઓ એલઓસીની નજીક જઈ રહ્યા છે.શિયાળા અને હિમવર્ષા દરમિયાન પણ સરહદ પારથી આતંકવાદી ષડયંત્ર ચાલુ રહે છે. પાકિસ્તાન તરફથી કાશ્મીર ઘાટી બાદ હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેના યુવાનોને આતંકવાદી સંગઠનોમાં સામેલ કરવાના પ્રયાસો તેજ થયા છે. આ માટે પાડોશી દેશની રાજધાની ઈસ્લામાબાદમાં ગુપ્તચર એજન્સી ૈંજીૈં અને આતંકવાદી સંગઠનો વચ્ચે બેઠક ચાલી રહી છે. આતંકવાદી સંગઠનો અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ભરતીની યોજના બનાવી રહી છે. ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.

Related Posts