પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના પેશાવરમાં થયેલો આતંકવાદી હુમલો સ્થાનિક સંઘર્ષનું તાજેતરનું ઉદાહરણ છે. ૪૦ વર્ષથી પેશાવર રક્તપાત અને આતંકવાદી ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. ૧૯૮૦ના દાયકામાં તે સોવિયેત સમર્થિત અફઘાન સરકાર સામે લડતા લડવૈયાઓ માટેનું પ્લેટફોર્મ હતું. ૨૦૦૧માં જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન યુએસ દ્વારા નાબૂદ કરવામાં આવ્યું હતું. તે પછી હજારો તાલિબાન લડવૈયાઓએ અહીં સરહદી આદિવાસી વિસ્તારોમાં આશરો લીધો હતો. તે પછી કેટલાંક વર્ષો સુધી તાલિબાને સ્થાનિક યુવાનોને પોતાનાં દળોમાં ભરતી કર્યા હતા.
ત્યારબાદ પાકિસ્તાની સેનાએ તેમને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. ૨૦૦૭ સુધીમાં આતંકવાદીઓના એક જૂથે તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (્્ઁ)ની રચના કરી હતી. આમાં ડિસેમ્બર ૨૦૧૪નો હુમલો સામેલ છે, જ્યારે શાળામાં ૧૪૭ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માર્યા ગયા હતા. ઓગસ્ટ ૨૦૨૧માં જ્યારે તાલિબાન અફઘાનિસ્તાનમાં સત્તામાં આવ્યા ત્યારે પાકિસ્તાનને આશા હતી કે તાલિબાન ટીટીપી પર લગામ લગાવવામાં મદદ કરશે પરંતુ તેની આ આશા પણ પૂરી થઈ શકી નથી. વિશ્લેષકોનું કહેવું છે કે તાલિબાન મદદ કરવાને બદલે પાકિસ્તાન પર દોષારોપણ કરી રહ્યા છે.
આનાથી ટીટીપીને ફરીથી એક તાકાત મળી છે. વિશ્લેષકોનું કહેવું છે કે એવી ચર્ચા છે કે સેના ૨૦૧૪ની જેમ આ હુમલાના જવાબમાં અભિયાન શરૂ કરી શકે છે પરંતુ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કારણે આજે આમ કરવું મુશ્કેલ બની શકે છે. બીજી તરફ, લોકોને સરકાર પર વિશ્વાસ નથી. તેઓ ઈસ્લામાબાદ, લાહોર જેવાં સુરક્ષિત શહેરોમાં સ્થળાંતર કરવાનું વિચારી રહ્યા છે. ્્ઁના પ્રભાવવાળી સ્વાત ખીણમાં ફરી એકવાર આતંકવાદીઓનો જમાવડો થઈ રહ્યો છે અને આતંકવાદી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.
મોટા ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ અને ડોક્ટરોને ખંડણીની માંગણી માટે બેનામી ફોન આવા લાગ્યા છે. પૈસા આપવાની ના પાડતા લોકોને શહેર છોડી દેવાનું કહેવામાં આવે છે. ખંડણી, ધમકીઓ અને વધતી હિંસાના કારણે ઓક્ટોબરમાં હજારો લોકો સ્વાતની શેરીઓમાં ઉતર્યા હતા. તેમણે સરકાર પાસેથી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
Recent Comments