સૌરાષ્ટ - કચ્છ

પાકે ભારતીય જળસીમા પરથી વધુ ૧ બોટ સહિત ૬ માછીમારનું કર્યું અપહરણ

પાકિસ્તાન મરીન સિક્યુરીટીની વધુ એક વખત નાપાક હરકત સામે આવી છે. ભારતીય જળસીમા નજીકથી પોરબંદરની ૧ બોટ અને ૬ માછીમારો ના અપહરણ કર્યા છે. ભારતીય જળસીમા નજીક પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા વધુ એક વખત નાપાક કૃત્ય કરવામાં આવ્યું છે. ગઈકાલે ભારતીય જળસીમાં નજીકથી પોરબંદરની ૧ બોટ અને ૬ માછીમારના અપહરણ કર્યા છે.


આ અંગે માછીમાર અગ્રણી મનીષભાઈ લોઢારી એ જણાવ્યું હતું કે ભારતીય જળસીમા નજીક બોટો ફિશિંગ કરી રહી હતી તે દરમ્યાન એકાએક પાક મરીન સિક્યુરીટીની શીપ ત્યાં ઘસી આવી હતી અને પાક મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા પોરબંદરની ૧ બોટ અને તેમાં સવાર ૬ જેટલા ખલાસીઓના અપહરણ કરી લીધા હતા અને તમામ ને કરાચી તરફ લઇ જવામાં આવ્યા છે. જાે કે હજુ સુધી બોટ કે ખલાસી ના નામ જાણી શકાયા નથી. ભારતીય જળસીમાં નજીક ભારતીય બોટ અને માછીમારના પાક મરીન સિક્યુરિટી દ્વારા વધુ એક નાપાક કૃત્ય સામે આવતા માછીમારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

Related Posts