પાક. સરકારે ઇમરાન ખાનને સજા અપાવવા માટે કાયદો બદલ્યો
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુસીબતો હજુ સમાપ્ત થઈ નથી. ચૂંટણીની સંભાવનાઓ વચ્ચે, તેમના પર ગેરલાયક ઠરવાની તલવાર પહેલેથી જ લટકી રહી હતી કે હવે શહેબાઝ શરીફ સરકારે ઈમરાનને ડામવા માટે વધુ એક પેંતરો શરૂ કર્યો છે. પાકિસ્તાની સંસદના ઉપલા ગૃહે ગુરુવારે આર્મી એક્ટ ૧૯૫૨માં સુધારો કરવાનો ર્નિણય લીધો છે. આ સુધારા હેઠળ પાકિસ્તાનની સુરક્ષા અને સૈન્ય સાથે જાેડાયેલી અનધિકૃત માહિતી જાહેર કરનારને પાંચ વર્ષની સખત કેદની સજા થઈ શકે છે, અને તેમાં સામેલ વ્યક્તિની રાજકીય ગતિવિધિઓ પર પણ બે વર્ષ માટે પ્રતિબંધ લગાવી શકાય છે. આર્મી એક્ટમાં આ સુધારો એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સિફર કેસમાં ફસાયા છે. પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઇએ) રાષ્ટ્રીય સુરક્ષાને જાેખમમાં મૂકતા ઇમરાન પર સત્તાવાર ગુપ્ત માહિતીનો પર્દાફાશ કરવાના મામલાની તપાસ કરી રહી છે. આ કેસને સામાન્ય રીતે પાકિસ્તાનના કોરિડોરમાં ‘સાઇફર કેસ’ તરીકે ઓળખવામાં આવે છે.
ઈમરાન ખાન સતત તેમની સરકારના પતન પાછળ અમેરિકન ષડયંત્રનો ઉલ્લેખ કરી રહ્યા છે. આ માટે તેણે અમેરિકા અને પાકિસ્તાની રાજદ્વારી વચ્ચેના ગુપ્તચર પત્રવ્યવહારને સાર્વજનિક કર્યો હતો. તેને પાકિસ્તાનની સુરક્ષા સાથે સમજૂતી ગણાવવામાં આવી હતી અને સિફર કેસ શબ્દ પાકિસ્તાનના સામાન્ય લોકો સુધી પહોંચ્યો હતો. હવે આ સાઇફર કેસ સેહબાઝ સરકારનો આર્મી એક્ટમાં કરાયેલા ફેરફારો દ્વારા ઈમરાન પર કાર્યવાહી કરવાનો નવો પેંતરો બની શકે છે. તાજેતરમાં જ પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું હતું કે ઈમરાન ખાનને સિક્રેટ એક્ટ હેઠળ કાર્યવાહીનો સામનો કરવો પડશે. સનાઉલ્લાહે કહ્યું હતું કે ઈમરાન ખાનના પૂર્વ પ્રિન્સિપલ સેક્રેટરીએ કબૂલાત કરી છે કે ઈમરાને ગયા વર્ષે પોતાના રાજકીય હિત માટે ખોટી વાર્તા બનાવવા માટે ગુપ્તચર દસ્તાવેજાે લીક કર્યા હતા. હવે ઈમરાન ખાન ૧ ઓગસ્ટના રોજ હ્લૈંછ સમક્ષ હાજર થાય તે પહેલા આર્મી એક્ટમાં ફેરફાર તેમના માટે સ્વાભાવિક રીતે જ આંચકો સાબિત થઈ શકે છે. આર્મી એક્ટ ૧૯૫૨માં સુધારાનો પ્રસ્તાવ રક્ષા મંત્રી ખ્વાજા મોહમ્મદે રજૂ કર્યો હતો. આ બિલ અનુસાર, જાે કોઈ વ્યક્તિ પાકિસ્તાનની સુરક્ષા અને સૈન્ય સાથે સંબંધિત ગુપ્ત માહિતી જાહેર કરે છે અથવા તેનું કારણ બને છે અને તે દોષી સાબિત થાય છે, તો તેને પાંચ વર્ષ સુધીની સખ્ત કેદની સજા થઈ શકે છે. જાે કે, જાે તે આર્મી ચીફ અથવા અન્ય કોઈ સત્તાવાર લશ્કરી અધિકારીની પરવાનગી પછી આવું કરે છે, તો તે આ ગુનાની શ્રેણીમાં આવશે નહીં.
Recent Comments