પાક.સેનાએ રાજકીય સંકટ વચ્ચે ઈમરાન ખાન સામે ૩ વિકલ્પ મુક્યા
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને શુક્રવારે કહ્યું હતું કે સેનાએ તેમની સામે નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલા ત્રણ વિકલ્પો આપ્યા છે – અવિશ્વાસના મતનો સામનો કરો, સમય પહેલા ચૂંટણી કરો અથવા વડાપ્રધાન તરીકે રાજીનામું આપો. ઈમરાનખાને આ વાત એક પ્રશ્નના જવાબમાં કહી હતી જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે શું વિપક્ષ, સરકાર અથવા અન્ય કોઈ પક્ષે વહેલી ચૂંટણી કરાવવા અથવા વિકલ્પ તરીકે રાજીનામું આપવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે તેમની સામે ત્રણ વિકલ્પ મૂકવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે, “ચૂંટણી શ્રેષ્ઠ વિકલ્પ છે, હું રાજીનામું આપવાનું વિચારી પણ શકતો નથી અને અવિશ્વાસ પ્રસ્તાવ માટે મને ખાતરી છે કે હું છેલ્લી ઘડી સુધી લડીશ.”
ઈમરાનખાને કહ્યું કે તેમની પાસે વિશ્વસનીય માહિતી છે કે તેમનો જીવ જાેખમમાં છે. જાે કે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ ડરેલા નથી અને મુક્ત અને લોકશાહી પાકિસ્તાન માટે તેમની લડત ચાલુ રાખશે. પાકિસ્તાનની શક્તિશાળી સેનાએ છેલ્લા ૭૩ વર્ષમાં અડધાથી વધુ સમયથી દેશ પર શાસન કર્યું છે. તેમણે સુરક્ષા અને વિદેશ નીતિના મામલામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ખાને કહ્યું કે માત્ર તેમનો જીવ જ જાેખમમાં નથી, પરંતુ વિદેશી હાથોની કઠપૂતળી બની ગયેલા વિપક્ષ તેમના ચારિત્ર્યની પણ હત્યા કરશે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાને (૬૯) કહ્યું, ‘હું મારા રાષ્ટ્રને કહેવા માંગુ છું કે મારા જીવને પણ ખતરો છે, તેઓએ (વિરોધીઓએ) મારા પાત્રની હત્યાનું ષડયંત્ર પણ રચ્યું છે. માત્ર મારૂ જ નહીં, મારી પત્નીનું પણ’ એમ પૂછવામાં આવ્યું કે વિપક્ષે તેમને કયા વિકલ્પો આપ્યા છે, વડાપ્રધાને કહ્યું કે તેમને નથી લાગતું કે તેમણે વિપક્ષી નેતા શાહબાઝ શરીફ જેવા લોકો સાથે વાત કરવી જાેઈએ.
“જાે અમે બચી જઈશું (અવિશ્વાસની દરખાસ્ત પરના મતમાં) તો અમે આ પક્ષપલટુઓ સાથે કામ કરીશું નહીં). ઈમરાનખાને કહ્યું કે સમય પહેલા ચૂંટણી યોજવી એ વધુ સારો વિકલ્પ છે, “હું મારા રાષ્ટ્રને વિનંતી કરીશ કે મને સાદી બહુમતી આપે, જેથી મારે સમાધાન ન કરવું પડે.” વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને ષડયંત્ર ગણાવતા તેમણે કહ્યું કે હું ગયા વર્ષે ઓગસ્ટથી જાણતો હતો અને કેટલાક વિપક્ષી નેતાઓ દૂતાવાસોના ચક્કર લગાવી રહ્યા હોવાના અહેવાલો હતા. તેમણે કહ્યું, “હુસૈન હક્કાની જેવા લોકો (પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન) નવાઝ શરીફને લંડનમાં મળી રહ્યા હતા.” ખાને કહ્યું કે વિદેશી દેશોએ તેમની સ્વતંત્ર વિદેશ નીતિ સામે વાંધો ઉઠાવ્યો છે. ખાને કહ્યું કે ધમકીભર્યા પત્રમાં માત્ર સત્તા પરિવર્તનની માંગ જ નથી કરવામાં આવી, પરંતુ તેમને વડાપ્રધાન પદ પરથી હટાવવાનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પહેલા પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ શુક્રવારે દાવો કર્યો હતો કે સુરક્ષા એજન્સીઓએ વડાપ્રધાનની હત્યાના ષડયંત્રની જાણકારી આપી હતી. ડૉન અખબારે ચૌધરીને ટાંકીને કહ્યું કે આ અહેવાલો પછી સરકારના ર્નિણય અનુસાર ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
Recent Comments