fbpx
ગુજરાત

પાટડીની સરકારી હોસ્પિટલમાં સાપ જાેવા મળતા દર્દીઓમાં ફફડાટસાપનું રેસ્ક્યું કરવામાં આવતા દર્દીઓએ રાહતનો શ્વાસ લીધો

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી સિવિલ હોસ્પિટલમાં સાપ દેખાયાની ઘટના સામે આવી છે, સરકારી હોસ્પિટલમાં સાપ જાેવા મળ્યાનો વીડિયો પણ સામે આવ્યો છે. જાે કે હોસ્પિટલમાં સાપ જાેવા મળતા દર્દીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પાટડીની સરકારી હોસ્પિટલમાં અવારનવાર સાપ જાેવા મળતો હોવાની ફરિયાદ લોકો કરે છે. મહત્વનું છે કે સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરવામાં આવે છે ત્યારે જાે કોઈ દર્દીને આ સાપ કરડી જાય તો તેની સારવારની જગ્યાએ મોત મળી જવા તેવી પરિસ્થિતિ સર્જાય. પાટડીની સરકારી હોસ્પિટલના વોર્ડમાં સાપ દેખાતા દર્દીઓ બહાર દોડી આવ્યા હતા. જાે કે સાપનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. સાપનું રેસ્ક્યું કરવામાં આવતા દર્દીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જાે સરકારી હોસ્પિટલમાં સાપ દેખાવાની ઘટના અવાર નવાર બને છે, ત્યારે હોસ્પિટલના સંચાલકો આવી ઘટના ફરી ન બને તે માટે કોઈ પગલા લેતા નથી અને હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના જીવ સાથે રમે છે.

Follow Me:

Related Posts