ઉપરીયાણા ગામે પારીવારીક ઝઘડાના આરોપસર માર મારવામાં આવ્યો સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી પોલીસ મથક તાબાના વઘાડા આઉટ પોસ્ટના હેડ કોન્સ્ટેબલ ગણપતભાઈએ ઉપરીયાણા ગામના બે યુવાનોને માર માર્યો હોવાના આક્ષેપ થયા છે. પારીવારીક ઝઘડાના આરોપસર બંને યુવાનો વિરુદ્ધ ગુનો દાખલ કર્યા બાદ પટ્ટાથી માર મારવામાં આવ્યાનો આરોપ લાગ્યો છે જેમાં એક યુવકની તબિયત લથડતા ૧૦૮ મારફતે પ્રથમ પાટડી ત્યારબાદ સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયો હતો આ બાબતે પોલિસ જવાન ગણપતભાઈને પુછતા આરોપો ખોટા હોવાનું રટણ કર્યું હતુ.
એક તરફ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પ્રજાની સુરક્ષા કરવામાં રાત દિવસ એક કરી રહી છે જેની સૌ કોઈ સરાહના કરી રહ્યું છે પરંતુ અમુક પોલિસ જવાનના કારણે ખાખી પર દાગ લગાવતા હોય છે ત્યારે ખાખી શર્મસાર થાય તેવી ઘટના પાટડી પોલીસ મથકે સામે આવી છે. મળતી માહિતી મુજબ ઉપરીયાણા ગામમા કૌટુંબીક ભાઈઓ વચ્ચે માથાકૂટનો મામલો પાટડી પોલિસ મથકે પહોંચ્યો હતો. જેમા પાટડી પોલિસ મથકે બે યુવાનને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા છે. ભોગ બનનારના જણાવ્યા મુજબ ગણપતભાઈ નામના હેડ કોન્સ્ટેબલ દ્વારા પટ્ટાવારી કરવામાં આવી હતી. જામીન પર છુટકારો થયા બાદ બંને યુવક પૈકી એક યુવાનની તબિયત મોડી રાત્રે લથડતા ૧૦૮ મારફતે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
Recent Comments