ગુજરાત

પાટણના ઝીણીપોળ લાલ દરવાજા વિસ્તારમાં બે આખલા બાજતા લોકોમાં ભાગદોડ મચી

પાટણ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે દિવસે અસહ્ય બની રહ્યો છે તો પાટણ પાલિકા તંત્રની કામગીરી પણ શહેરીજનોની સુખાકારી માટે બિલકુલ નિરસ બની હોય જેના કારણે પાટણના પ્રજાજનો રખડતા ઢોરોની સાથે સાથે અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે. પાટણ શહેરના મહોલ્લા,પોળો અને સોસાયટી વિસ્તાર સહિત મુખ્ય બજાર માર્ગો પર વહેલી સવારથી જ રખડતા ઢોરો અડિંગો જમાવીને બેસતાં હોય છે તો ક્યારેક આવા રખડતા ઢોરો હરાયા બની સીગડા ભરાવતા હોય જેનાં કારણે અનેક નિર્દોષ લોકો તેનો શિકાર બની રહેતા હોય છે તો કેટલાક કિસ્સામાં નિદોર્ષ લોકો મોતને ભેટયા હોવાની ઘટના પણ શહેર સજૉવા પામી છે છતાં પાલિકા નાં સતાધીશો દ્વારા આ રખડતા ઢોરો ની સમસ્યા સાથે શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં સરેઆમ નિષ્ફળ નિવડી હોય તેવી પ્રતિતિ શહેરીજનો કરી રહ્યા છે તો તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ શાસિત નગરપાલિકાના ની નબળી કામગીરી ને ધ્યાનમાં રાખીને મતદારોએ ભાજપના ઉમેદવાર ને શહેરી વિસ્તાર માંથી લીડ મળવાની બદલે માઈનશ રહેતાં ઉમેદવાર ને હારનો સામનો કરવો પડ્યો હોવાનું ખુદ ભાજપના ઉમેદવાર દ્વારા જણાવાયું હતું.

પાટણ શહેરના ઝીણીપોળ, લાલ દરવાજા વિસ્તારમાં રાત્રે બે રખડતા આખલાઓ વચ્ચે સિગડા યુધ્ધ જામતા વિસ્તારના રહીશો માં અફડા તફડી મચી જવા પામી હતી તો આ વિસ્તારના યુવાનો એ મહામુસીબતે બન્ને આખલાઓને છુટા પાડી ભગાડતા વિસ્તારના રહીશો એ હાસકારો અનુભવ્યો હતો. પાટણ શહેર માં રખડતા ઢોરો ની સમસ્યાનો અંત લાવવા પાલિકા સત્તાધીશો કુંભકર્ણ ની નિદ્વા માથી બહાર આવી ઢોર ડબ્બાની કામગીરી તેજ બનાવે તેવી માંગ શહેરીજનો માં ઉઠવા પામી છે.

Related Posts