પાટણના પ્રાચીન કુંડની અંદર શિવાલયમાં મહાઆરતી કરાઈ
સિદ્ધરાજ જયસિંહ સ્થાપિત પાટણ નગરદેવી કાલીકા માતાજીના પ્રાચીન મંદિર સામે આવેલા ઇ.સ ૧૧૨૩ માં બંધાવેલા અતિ પ્રાચિન કુંડની અંદર થોડા દિવસ પહેલા ખોદકામ અને સફાઈ અભિયાન બાદ શિવાલય મળી આવ્યું હતું. જેમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે વોર્ડ નંબર ૧ની શિવાલય સમિતિ દ્વારા મહાઆરતી-ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ જિલ્લા કલેક્ટર,પાલિકા પ્રમુખ સહિત વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શિવજીની મહાઆરતી કરી દર્શનનો લ્હાવો લીધો હતો.
ત્યારબાદ ડિસન્ટ ઓરકેસ્ટ્રા પાટણ દ્વારા ભજનિક સાહિત્ય કલાકાર દિનેશભાઈ બારોટ, ધિરેનભાઈ મહેતા, વિજય ભવસાર, ખ્યાતી ભાવસાર સથવારે ડાયરો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના રહીશોએ ઉપસ્થિત રહી ડાયરાની મજા માણી હતી. આ મહાઆરતી કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સુપ્રતિસિંઘ ગુલાટી, પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, ભાજપ પૂર્વ મહા મંત્રી કે સી પટેલ, કિશોર મહેશ્વરી, શૈલેષ પટેલ, સુરેશભાઈ પટેલ, કોર્પોરેટર મનોજ પટેલ, જાયન્ટ ક્લબના પ્રમુખ નટુભાઈ, દિલીપભાઈ પટેલ, ચીફ ઓફિસર સહિત વિસ્તારના કોર્પોરેટરો અને વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત રાજ્યના સ્થાપના દિન અને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા વહિવટી તંત્રના માર્ગદર્શન હેઠળ નગરદેવી કાલિકા માતાજી મંદિર સામે અતિ પ્રાચિન કુંડની અંદર શિવાલયમાં મહાઆરતી ભજન સંધ્યા કાર્યક્રમ વોર્ડ નંબર-૧ શિવાલય સેવા સમિતી દ્વારા યોજાયો હતો. જેમાં કલેક્ટર સહિત વિસ્તારના લોકોએ શિવજીની મહાઆરતી કરી હતી, જેમાં બાદમાં ડાયરો યોજાયો હતો.
Recent Comments