ગુજરાત

પાટણના સમી નજીક બે કાર વચ્ચે અકસ્માતસીએમ બંદોબસ્તમાંથી પરત ફરી રહેલ મહિલા કોન્સ્ટેબલ સહિત ૩ લોકોના મોત

પાટણના સમી નજીક બે કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે. જેમાં ૩ લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ઘટનામાં અન્ય સાત લોકો ઈજાગ્રસ્ત થયા. મહિલા કોન્સ્ટેબલ સહિત ૩ લોકોના મોત થયા છે. મહત્વની વાત એ છે કે ઝ્રસ્ બંદોબસ્તમાંથી પરત ફરી રહેલ મહિલા કોન્સ્ટેબલ અને તેમના પતિનું મોત થયું છે. ઇકો કારમાં રહેલ બાળકીનું પણ મોત થયું છે. મહિલા કોન્સટેબલ તેમના પતિ સાથે કારમાં ઝ્રસ્ બંદોબસ્ત માટે આવ્યા હતા. જાેકે બંદોબસ્તમાંથી પરત ફરતા રસ્તામાં આ અકસ્માત નડ્યો હતો. સમી પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા કોન્સટેબલ અને પતિનું મોત થયુ છે. ઇકો કારમાં રહેલ બાળકીનું પણ મોત થયું છે.

Follow Me:

Related Posts