ગુજરાત

પાટણના સાંપ્રા ગામે લોખંડના તાર પર સુકવેલા કપડા લેવા જતાં કરંટ લાગતા આધેડનું મોત

પાટણના સરસ્વતી તાલુકાના સાંપ્રાગામે રહેતા કિરીટકુમાર રમણીલાલ શાહ (ઉ.વ.૫૭) તેઓ તેમની ૫ત્ની બન્ને એકલા રહેતા હતા તેઓ દિકરો બહાર ધંધા અર્થે રહે છે. જ્યારે વરસાદી વાતવરણ બન્યું છે ત્યારે કિરીટકુમાર શાહ લોખંડની તારવાડી વરગણી ઉપર કપડાં લેવા જતા વીજકરંટ લાગતાં તેઓનું કમકમાટી ભર્યુ મોત થયું હતુ. આ અંગે મૃતકના દિકરા દક્ષેશકુમાર કીરીટકુમાર શાહએ સરસ્વતી પોલીસ મથકે અકસ્માત મોત ગુનો નોંધાયો હતો. તેની તપાસ અધિકારી પીઆઇ આર.જી.ઉનાગરએ જણાવ્યુ હતુ કે લાશનું પીએમ કરી વાલી વારસોને સોંપી હતી.તેઓ દિવાલ સાથે લોખંડ ખીલાથી વરગણી બાંધી હતી તે દિવાલ વરસાદી વાતાવરણના કારણે ભેજ ઉતર્યો હોવાથી વીજ કરંટ લાગતા આધેડનુ કમકમાટી ભર્યુ મોત થયુ હતુ.સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામે લોખંડની તાર પર કપડાં સુકાવેલા કપડાં લેવા જતા દિવાલ ભેજના કારણે વીજકરંટ લાગતા આધેડની મોત થયું હતુ. આ અંગે મૃતકના દિકરાએ સરસ્વતી પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો.

Related Posts