પાટણની બી.ડી. સાર્વજનિક વિધાલયમાં એનસીસીના ત્રણ ઉજવણીના કાર્યક્રમો યોજાયા

વિધાર્થીઓમાં રાષ્ટ્રીય મૂલ્યો નો વિકાસ થાય તેમજ દેશ ભક્તિના ગુણો થી રાષ્ટ્રના સર્વે શ્રેષ્ઠ નાગરિકો આપવાના સંકલ્પ સાથે શિક્ષણ કાર્યમાં પ્રથમ હરોળ માં સ્થાન ધરાવવામાં આવે છે ત્યારે વિધાલય ની એનસીસી યુનિટ દ્રારા ત્રિવેણી કાર્યક્રમ માં અગ્રેસર રહી છે એનસીસી બેન્ડ જિલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા બની પ્રદેશકક્ષાએ બેન્ડ માં અરવલ્લી જિલ્લાના મોડાસામાં યોજાયેલ તેમાં વિજેતા થયેલ છે તેમજ સેવન બટાલિયન મહેસાણા ના નેજા હેઠળ જિલ્લા કક્ષાએ પાટણ ખાતે સાત દિવસ એનસીસી કેડેટ નો સીએટીસી કેમ્પ યોજ્યો તેમ વિવિધ સ્પર્ધા વગેરે માં વિધાર્થીઓ પ્રથમ સ્થાન સાથે મેડલ, મોમેન્ટ પ્રમાણપત્ર એનાયત થયા હતા સાથે સાથે એનસીસી દિવસ ઉજવણી સમગ્ર ભારતમાં કરવામાં આવે તેમાં પણ વિધાલય ની એનસીસી વિભાગ દ્રારા ભવ્ય ઉજવણી કરી બાળકો માં દેશ ભક્તિ ના સાચા સંસ્કાર આપવામાં આવે છે.
આ તકે ડૉ બી આર દેસાઈ દ્રારા જણાવેલ કે શ્રી પાટણ જૈન મંડળ દ્રારા વિધાલય વિકાસ અને પાટણ નગર ની સેવા માટે સર્વે શ્રેષ્ઠ રીતે કાર્ય કરી રહેલ ત્યારે વિધાલય ની એનસીસી વિભાગ દ્રારા ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિધાર્થીઓ ને અભિનંદન આપું છું તેમજ પ્રવુતિ કન્વીનર અમારા શિક્ષક ભાવિકભાઈ પટેલ ના માર્ગદર્શન થી બાળવિકાસ ને પ્રોત્સાહન આપીએ છીએ તમામ વિજેતા વિધાર્થીઓ ને વિધાલય તરફથી ઇનામ પણ આપવામાં આવેલ છે.
Recent Comments