ગુજરાત

પાટણમાં અન્નપુર્ણા મહોત્સવમાં માતાજીને ૧૦૦૦ દિવડાઓનો દીપ મનોરથ કરાયો

ઐતિહાસિક અને ધર્મનગરી પાટણમાં ધાર્મિક તહેવારો ઉત્સવો અને વ્રતોની ઉજવણીનું અવારનવાર આયોજન કરવામાં આવતું હોય છે . ત્યારે પાટણ સ્થિત પ્રાચીન વાઘેશ્વરી માતાના સ્થાનકે માગશર સુદ છઠ થી માં અન્નપૂર્ણાના ૨૧ દિવસીય અન્નપૂર્ણા મહોત્સવનો ભકિતમય માહૉલમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી આ મહોત્સવ સમિતિના આયોજકો દ્વારા રોજબરોજ મૈયા સમક્ષ અવનવા કલાત્મક મનોરથના દર્શનૉ યૉજવામાં આવે છે. જેનો મોટી સંખ્યામાં પાટણની ધર્મપ્રેમી જનતા લાભ લઈ રહી છે.

ત્યારે સાંજે અન્નપૂર્ણા મૈયા સમક્ષ તેમજ પ્રાચીન વાઘેશ્વરી માતાના સ્થાનકે આશરે ૧૦૦૦થી વધુ દીવડાઓ પ્રજવલીત કરી દીપ મનોરથની સાથે નયનરમ્ય રંગોળીની ઝાંખીના દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા . અન્નપૂર્ણા સહિત વાઘેશ્વરી માતા સમક્ષ મુકવામાં આવેલ દીપ જયૉતને કારણે જાણે આભમાંથી તારલાઓ માતાજીના સ્થાનકે ઉતરી આવ્યા હોય તેવો નજારો ભકતોએ નજરે નીહાળ્યો હતો . આ પ્રસંગે મોટીસંખ્યામાં ભાવીક ભકતોએ દિપ મનોરથનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Related Posts