પાટણ શહેરના સોનીવાડા સ્થિત શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિર પરિસર ખાતે આયોજિત શ્રી અન્નપૂર્ણા માતાજીનાં ચાલી રહેલા ૨૧ દિવસીય અન્નપૂર્ણા મહોત્સવ નિમિત્તે રવીવાર નાં રોજ શ્રી અન્નપૂર્ણા માતાજી ની ભક્તિ સભર માહોલમાં શોભાયાત્રા મંદિર પરિસર ખાતે થી પ્રસ્થાન પામી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને નિજ મંદિર ખાતે સંપન્ન બની હતી. શ્રી અન્નપૂર્ણા માતાજી નાં મહોત્સવ નિમિત્તે આયોજિત આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં પાટણના ધમૅ પ્રેમી નગરજનો એ ઉપસ્થિત રહી માતાજીના દર્શન નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.શ્રી અન્નપૂર્ણા મહોત્સવ સમિતિ દ્વારા માતાજી ની શોભાયાત્રા ને સફળ બનાવવા સુદર આયોજન સાથેજહેમત ઉઠાવી હતી.
પાટણમાં અન્નપૂર્ણા મહોત્સવ નિમિત્તે અન્નપૂર્ણા માતાજીની શોભાયાત્રા નીકળી

Recent Comments