પાટણમાં આજે જલારામ બાપાની ૨૨૨મી જન્મજ્યંતિ ઉજવાશે
જલારામ બાપા મંદિર ખાતે તા. ૧૧ નવેમ્બરની સવારે ૭ વાગે પુષ્પ શણગાર, પ્રાંત આરતી, તુલસી પૂજન, સવારે ૮ વાગે યજ્ઞનો પ્રારંભ થશે. બપોરે ૧૧ઃ૩૦ વાગે પૂર્ણાહુતિ, ૮ વાગે બાપાનો અભિષેક, પાદુકા પૂજન, દેવી દેવતાઓને અલંકારની વિધિ, ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજી જલારામ બાપાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. સાંજે ગણેશ પૂજન કરવામાં આવશે. તો રાત્રે મંદિર પરિસરમાં ભજન કીર્તન યોજાશે તેવું મંદિરના સૂત્રોએ જણાવ્યું હતુંપાટણ શહેરના આનંદ સરોવર નજીક આવેલ જલારામ બાપાના મંદિરે વિવિધ ધાર્મિક ઉત્સવો સાથે જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે.
Recent Comments