fbpx
ગુજરાત

પાટણમાં આપની સભામાં પોલીસ ત્રાટકીઃ નિયમનો ભંગ થતા વિજય સુવાળા સહિત ૧૫ની અટકાયત

ગુજરાતના અલગ-અલગ જિલ્લા, ગામ અને શહેરના લોકો આમ આદમી પાર્ટી સાથે જાેડાઈ રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં નિયમોનો ભંગ થયો હોવાના પણ કિસ્સાઓ સામે આવે છે. ત્યારે આ પ્રકારનો એક કિસ્સો પાટણ જિલ્લાના સમી તાલુકામાં સામે આવ્યો છે.

સમી તાલુકાના વેડ ગામમાં આ આદમી પાર્ટીના નેતા વિજય સુવાળા દ્વારા એક પોલીસની પૂર્વ મંજૂરી લીધા વગર જ મોટી સંખ્યામાં લોકોને એકઠા કરીને એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજય સુવાળા જ્યારે વેડ ગામમાં પહોંચ્યા ત્યારે ગામ લોકો દ્વારા તેના સામૈયા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમ સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. કાર્યક્રમ સ્થળ પર હાજર રહેલા ઘણા લોકો માસ્ક વગર જાેવા મળ્યા હતા અને સામાજિક અંતરનો ભંગ પણ થયો હતો. આમંત્રણ આપ્યા વગર લોકો સ્વયંભૂ પોતારી રીતે કાર્યક્રમમાં જાેડાયા હતા.

આ વાતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે કાર્યક્રમ સ્થળ પર તપાસ કરતા સામાજિક અંતર અને માસ્કના નિયમોનો ભંગ થયો હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા આ કાર્યક્રમને લઇને પોલીસની મંજૂરી લેવામાં આવી નહોતી. તેથી પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા વિજય સુવાળા સહિત ૧૫ લોકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસની કાર્યવાહીના કારણે થોડા સમય માટે કાર્યક્રમ સ્થળ પર ભાગદોડ મચી ગઈ હતી.

આ બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા વિજય સુવાળાએ જણાવ્યું હતું કે, આજ રોજ સવારે સમીના વેડ ગામમાં અમારી એક સભા હતી. જેમાં પોલીસ તંત્ર દ્વારા અમારી અટકાયત કરવામાં આવી છે. અમને બધાને સમી પોલીસ સ્ટેશન પર લાવવામાં આવ્યા છે. ખબર નહીં આ બધું કોના ઈશારે થઇ રહ્યું છે. મને ખબર નથી કે, આ ભારત દેશ સ્વતંત્ર છે કે નથી. ૧૯૪૭માં આપણને ખરેખર આઝાદી મળી છે કે પછી આપણે ગુલામીમાં જ છીએ તેનો મને ખ્યાલ નથી આવતો. અમારી સભા ચાલતી હતી ત્યાં આ લોકો આવ્યા અને કહે છે કે, બધું બંધ કરો ચાલો ભાગો. કોઈ શિસ્ત નહીં. કમસેકમ તમે પ્રેમથી કહી શકો છો.

Follow Me:

Related Posts