ગુજરાત

પાટણમાં આ વર્ષે ૯૮૦૦ હેકટરમાં રવિપાકનું વાવેતર વધારે જાેવા મળ્યું

કમોસમી વરસાદ જિલ્લામાં છેવાડાના સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર પંથક માટે ફાયદાકારક સાબીત થયો હોય તેમ કમોસમી વરસાદથી બિનપિયત ચણા, અજમો, રાઈ જેવા પાકના વાવેતર વિસ્તારમાં વધારો જાેવા મળ્યો છે. જિલ્લામાં ગત વર્ષે કુલ ૧ લાખ ૮૮ હજાર ૩૪૪ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું હતું. તેની સરખામણીએ ચાલુ સાલે જિલ્લામાં ૧ લાખ ૯૮ હજાર ૧૩૪ હેક્ટર વિસ્તારમાં ખેડૂતો દ્વારા રાઈ, ચણા, સુવા, અજમો, ઘાસચારો, ધાણા, વરિયાળી, તમાકુ, ઈસબગુલ, શાકભાજી સહિતના પાકોનું વાવેતર કરાયું છે.

જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ સિંચાઈની સુવિધા વધતા રવિ સિઝનનો વાવેતર વિસ્તાર વધી રહ્યો છે. પાંચ વર્ષ અગાઉ રવિ સિઝનમાં કુલ ૧.૨૨ લાખ હેકટરમાં વાવેતર થયું હતું, તેની સરખામણીએ હાલમાં ૨ લાખ હેક્ટર સુધી રવિ વાવેતર પહોંચ્યું છે. જિલ્લામાં ચાલુ સાલે પડેલા કમોસમી વરસાદના કારણે બિન પિયત પાકના વાવેતરમાં વધારો થયો છે. જાે જિલ્લામાં થયેલા વાવેતરની સરખામણી કરીએ તો ઘઉંનું વાવેતર વર્ષ ૨૦૨૧માં ૩૬ હજાર ૧૫૭ હેક્ટર હતું, જે ૨૦૨૨માં ૩૪ હજાર ૫૨૦ થયું છે. ચણાનું વાવેતર ૨૦૨૧માં ૪૬ હજાર ૫૯૦ હેક્ટર હતું, જે ૨૦૨૨માં ૪૯ હજાર ૦૬૦ થયું છે. રાઈનું વાવેતર ૨૦૨૧માં ૨૮ હજાર ૮૯૬ હેક્ટર હતું, જે ૨૦૨૨માં ૩૮ હજાર ૮૯૪ થયું છે. તમાકુનું વાવેતર ૨૦૨૧માં ૪૦૫૯ હેક્ટર હતું જે ૨૦૨૨માં ૪૭૪૭ થયું છે.

જીરુનું વાવેતર ૨૦૨૧માં ૩૩ હજાર ૪૪૮ હેક્ટર હતું, જે ૨૦૨૨માં ૨૧ હજાર ૪૧૫ થયું છે. ઉપરાંત ધાણાનું વાવેતર ૨૮૨ હેક્ટર હતું, જે ૨૪૦ થયું, સવાનું વાવેતર ૭૧૪૭ હેક્ટર હતું, જે ૬૨૪૫ થયું, ઈસબગુલનું વાવેતર ૧૪૧૩ હેક્ટર હતું, જે ૨૯૫૦ થયું છે, વરિયાળીનું વાવેતર ૨૮૯૫ હેક્ટર હતું, જે ૨૨૪૨ થયું છે, શાકભાજીનું વાવેતર ૧૮૧૨ હેક્ટર હતું, જે ૧૬૯૫ થયું, અજમાનું વાવેતર ૪૧૯૦ હેક્ટર હતું, જે ૮૨૫૩ થયું, ઘાસચારાનું વાવેતર ૧૯ હજાર ૫૪૧ હેક્ટર હતું, જે ૨૫ હજાર ૧૫૫ થયું છે, મેથીનું વાવેતર ૪૪૬ હેક્ટર હતું, જે ૮૧૦ થયું, ગાજરનું વાવેતર ૪૮૦ હેક્ટર હતું, જે ૬૧૦ થયું છે.

Related Posts