fbpx
ગુજરાત

પાટણમાં એક શિક્ષકે શાળામાં ૪.૫ લાખનું પક્ષીઘર બનાવ્યું

સરસ્વતીના શેરપુરા કાંસા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રિતેશભાઇ રમેશભાઇ પટેલ મૂળ વતન બાલિસણા છે.કર્મભૂમી શેરપુરા શાળામાં બાળકોમાં શિક્ષણ દ્વારા સંસ્કારોનું સિંચન કરવાની સાથે શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકો પોતાના બાળકો ગણી તેમને સુખ દુઃખમાં સહભાગી પણ થઈ રહ્યા છે. જીવદયા પ્રેમી શિક્ષક દ્વારા શાળામાં શિયાળો ઉનાળો ચોમાસુ દરમિયાન પક્ષીઓને સુરક્ષિત વ્યવસ્થા માટે શાળાના સંકુલમાં જાન્યુઆરી ૨૦૨૨માં ૪.૫ લાખના ખર્ચ ૬ માળનું ૮૦૦ પક્ષીઓ રહી શકે તેવું પાકું આધુનિક પક્ષી ઘરનું નિર્માણ કરાવવામાં આવ્યું છે.

પક્ષી ઘર બનાવવા માટે મોરબીથી મટિરિયલ લાવી બાલીસણા ગામના સ્પેશ્યલ ૪ કારીગરો પાસે બનાવવામાં આવ્યું હતું.જેને બનાવતા એક માસનો સમય લાગ્યો હતો. હાલમાં ૮૦૦થી વધુ પક્ષીઓ ત્યાં રહેઠાણ મેળવી રહ્યા છે. શાળામાં પક્ષીઓનો સતત ઘસારો રહેતો હોય પક્ષીઓનો જીવ જાેખમમાં ન મુકાય અને તેમને કાયમી રહેઠાણ માટે વ્યવસ્થા થાય તેવા હેતુથી ૪.૫ લાખના ખર્ચે શાળામાં પંખી ઘરનું નિર્માણ કરાવ્યું.જેમાં ૮૦૦ ઉપરાંત પંખીઓ આ પંખી ઘરમાં ર્નિભય રીતે રહે છે. તે જાેઈ ખૂબ આનંદ થાય છે. શાળામાં અભ્યાસ કરતી ગરીબ પરિવારની તેજસ્વી વિધાર્થીનીને પિતા સાથે ખેતરમાં કામ કરવા દરમ્યાન આંખામાં દાતરડું વાગતા ગંભીર ઇજા પહોંચતા ડૉક્ટરે આંખ બચાવવા માટે ૩૦ હજાર જેટલો ખર્ચ કહેતા પરિવાર પાસે સગવડ ન હોય મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો.

દીકરીની આંખ ગુમાવવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઇ હતી.શિક્ષકને જાણ કરતાં શિક્ષકે પરિવારને મળી ધૈર્ય આપી દવાખાનાનો સંપૂર્ણ ખર્ચ ઉપાડી પોતે આંખનું ઓપરેશન કરાવ્યું હતું.સરસ્વતીના શેરપુરા કાંસા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક શૈક્ષણિક કાર્ય સાથે શાળામાં માનવતાના કાર્યો કરી રહ્યા છે. તાજેતરમાં શાળામાં પક્ષીઓ માટે ૪.૫ લાખના ખર્ચે પક્ષી ઘર બનાવી ૮૦૦ જેટલા પક્ષીઓ રહેઠાણ સહિત અન્નની વ્યવસ્થા સાથે પાલન પોષણ કરી માનવતા ભર્યું કાર્ય કરતા જિલ્લા શિક્ષણ વિભાગમાં પ્રેરણાદાયી બન્યા છે. તેમના પરિવાર દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળો પર આ રીતે પક્ષી ઘરોનું નિર્માણ કરી પક્ષીઓને રહેઠાણ માટે વ્યવસ્થા કરાઇ રહી છે.

Follow Me:

Related Posts