ગુજરાત

પાટણમાં કેસ વધતા પાલિકા દ્વાર વેપારીઓને ફરી કુંડાળા દોરવાનું સુચન કર્યું

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે બુધવારના રોજ સૌથી વધુ ૩૭ કેસ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લામાં હાલ ૧૧૫ એક્ટિવ કેસ છે. તેમજ ગઈકાલે ૨ દર્દીઓ સ્વસ્થ થતા તેઓને રજા આપવામાં આવી હતી. પાટણ જિલ્લામાં સામે આવેલાં કોરોના પોઝિટિવ કેસની વિગત આપતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, પાટણ શહેરના વિજળકુવો ઈશ્વરનો મહોલ્લો, રાજલક્ષ્મી સોસાયટી, સુંદરમ્‌ સોસાયટી, તિરુપતિ બંગલોઝ, વણકર વાસ, સુરમ્ય બંગલોઝ, મદારસા રોડ, યશ ટાઉનશિપ, કુબેરનગર સોસાયટી, રાજનગરી, જળચોક, જળચોક ઠાકોર વાસ, નવજીવન ચોકડી, ખજુરીની પોળ, મોટો ટાકવાડો, ધીવટો, અમરનાથ સોસાયટી, ગૃહકમલ સોસાયટી, ગુરૂકુળ શાળા સામે, સુજનીપુર સહિત ધારપુર, દુધારામ પુરા મળી ૨૮ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ચાણસ્માના દેલમાલ, લણવામાં ૨ કેસ, સરસ્વતી તાલુકાનાં અજુજા, કિમ્બુવા, જંગરાળ અને ભાટસણ મળી ૪ કેસ, સિદ્ધપુર શહેરમાં ૧ કેસ, શંખેશ્વર કુમાર શાળા સામે ૧ કેસ, હારીજના સરેલ ગામમાં ૧ કેસ મળી જિલ્લામાં કુલ ૩૭ કેસ કોરોના પોઝિટિવના સામે આવ્યા છે.

પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ પોઝિટિવ ૧૦,૭૭૮ કેસો નોંધાયા છે. જયારે કોરોના સેમ્પલ પેન્ડીગ ૧૯૧૬ છે, જિલ્લામાં હાલમાં ૧૧૫ એક્ટિવ કેસ છે. તો જિલ્લામાં કોરોનાના કારણે કુલ ૧૦૯ લોકો મોતને ભેટયા છે. જ્યારે અત્યાર સુધીમાં ૬૩,૫૩૨ લોકોના સેમ્પલ લેવાયા છે જ્યારે ૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.પાટણ શહેરમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે પાલીકા દ્વારા સંક્રમણ અટકાવવા માટે દુકાનો બહાર કુંડાળા દોરવાની પાલિકાએ વેપારીઓને સૂચના આપી છે. જેને પગલે વેપારીઓએ પોતાની દુકાન અને લારીઓ પાસે ગોળ અને ચોરસ કુંડાળા દોરવાનું શરૂ કર્યું હતું. પાટણ જિલ્લામાં ત્રીજી લહેરમાં ગઈકાલે સૌથી વધુ ૩૭ કેસ કોરોના પોઝિટિવ નોંધાતાં તંત્ર દોડતું થઇ ગયું છે. જિલ્લામાં ૬ જાન્યુઆરીથી ફક્ત એક કેસ સાથે કોરોનાની એન્ટ્રી થયા બાદ ફક્ત ૨ દિવસમાં કેસ બેકી સંખ્યામાં આવવા લાગ્યા છે અને સતત ત્રીજા દિવસે પણ કેસમાં ઉછાળા સાથે મંગળવારે જિલ્લામાં પાટણ તાલુકામાં ૧૨ કેસ નોંધાયા હતા. જ્યારે ગઈકાલે આર્ટસ કોલેજમાં બીએ સેમ ૨માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવતા કોલેજે પરિપત્ર જાહેર કરી વિદ્યાર્થીના સંપર્કમાં અન્ય વિદ્યાર્થીઓને હોમ આઈસોલેસન રહેવા ચુચના આપી. છે.

Related Posts